Get The App

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી 1 - image


India Growth Forecast : વિશ્વની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને નાણાકીય સેવાઓ આપતી અમેરિકન કંપની ગોલ્ડમેન શેક્સે ભારતના જીડીપી દરને લઈને ચિંતા કરનારી ધારણા કરી છે. કંપનીએ વૈશ્વિક તણાવને ધ્યાને રાખીને નાણાંકીય વર્ષ 2025-26 માટે ભારતનો GDP ગ્રોથ 5.9 ટકા રહેવાની ધારણા કરી છે. આ પહેલા કંપનીએ 6.5 ટકા અને તે પહેલા 7 ટકાને અંદાજ લગાવ્યો હતો.

અગાઉ 7 અને 6.5 ટકા અંદાજ હતો

ગોલ્ડમેનને મંગળવારે રિપોર્ટ જાહેર કરીને કહ્યું છે કે, ઈરાન યુદ્ધ શરૂ થયું તે પહેલા 2026માં ભારતનો GDP ગ્રોથ સાત ટકા રહેવાનો અંદાજ હતો. ત્યારપછી કંપનીએ 13 માર્ચે નવો રિપોર્ટ જાહેર કરીને ભારતનો જીડીપી દર 6.5 ટકાની ધારણા વ્યક્ત કરી હતી. જોકે વૈશ્વિક તણાવના કારણે હવે 2026માં ભારતીય અર્થવ્યવસ્થા 5.9 ટકા રહેવાનો અંદાજ છે.

આ પણ વાંચો : યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો

ભારતનો GDP ધર ઘટવાના કારણે

યુદ્ધના કારણે ભારત સહિત વિશ્વભરમાં ઓઈલની ભારે અછત સર્જાઈ છે. ઓઈલની કિંમતો વધતા અને પુરવઠામાં અવરોધ ઉભો થવા સહિતની બાબતોને ધ્યાને રાખીને ગોલ્ડમેને આ રિપોર્ટ જાહેર કર્યો છે. કંપનીએ ભારતના જીડીપી દરમાં ઘટાડા થવાના કારણો પણ કહ્યા છે. કંપનીનું કહેવું છે કે, ક્રૂડ ઓઈલની ઊંચી કીમતો વધવાના કારણે તેમજ શુદ્ધ ઊર્જાની આયાત કરનારા ભારત પર વિદેશી હૂંડિયામણ, ફુગાવો અને રાજકોષીય જોખમ ઉભા થયા છે, જેના કારણે જીડીપીના ગ્રોથમાં ઘટાડો થવાનો અંદાજ છે.

આ પણ વાંચો : અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે