Business

સોના-ચાંદીનું બજાર ફરી ગરમ, સિલ્વરમાં પ્રતિ કિલો 8,736 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

By GS TEAM
9 Feb 20262 mins read
TukuTouch Logo
લગ્નસરાની સીઝન વચ્ચે સોના ચાંદીના ભાવમાં ફરી તેજીનો ચમકારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના જણાવ્યા મુજબ 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 2,798નો વધારો થતા તે 1,54,876 પર પહોંચી ગયું છે. અગાઉ સોનાનો ભાવ 1,52,078 હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદીનું બજાર ફરી ગરમ, સિલ્વરમાં પ્રતિ કિલો 8,736 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

Gold-Silver Price Today: લગ્નસરાની સીઝન વચ્ચે સોના ચાંદીના ભાવમાં ફરી તેજીનો ચમકારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના જણાવ્યા મુજબ 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 2,798નો વધારો થતા તે 1,54,876 પર પહોંચી ગયું છે. અગાઉ સોનાનો ભાવ 1,52,078 હતો.  

ચાંદીમાં પ્રતિ કિલો 8,736 રૂપિયાનો વધારો

સોનાની સાથે ચાંદીમાં પણ આજે ભારે ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 8,736 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે, જેના કારણે નવી કિંમત 2,53,665 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. અગાઉ ચાંદી 2,44,929 રૂપિયા હતી. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે 29 જાન્યુઆરીએ સોનાએ 1,76,121 અને ચાંદીએ 3,85,933ની ઐતિહાસિક સપાટી વટાવીને ઓલ-ટાઈમ હાઈ રેકોર્ડ બનાવ્યો હતો.

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર ભાવ (વધઘટ શક્ય)

24 કેરેટ: 1,54,876-1,55,593 સુધી

22 કેરેટ: 1,42,523

18 કેરેટ: 1,16,695

14 કેરેટ: 91,022

શહેર: ભાવ (પ્રતિ 10 ગ્રામ)

-અમદાવાદ: 1,58,890

-મુંબઈ: 1,58,840

-દિલ્હી: 1,58,990

-ચેન્નાઈ: 1,59,820 (સૌથી વધુ)

-જયપુર / લખનૌ: 1,58,990

-કોલકાતા / રાયપુર: 1,58,840

શહેરો અને બૅંકોમાં રેટ અલગ કેમ હોય છે?

IBJA દ્વારા જાહેર કરવામાં આવતા ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ કે જ્વેલર્સના પ્રોફિટ માર્જિનનો સમાવેશ હોતો નથી, તેથી અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ હોઈ શકે છે. જોકે, IBJAના રેટ્સનો ઉપયોગ RBI દ્વારા 'સોવરેન ગોલ્ડ બોન્ડ'(SGB)ની કિંમત નક્કી કરવા માટે થાય છે. આ ઉપરાંત, અનેક બૅંકો ગોલ્ડ લોન આપતી વખતે પણ આ કિંમતોને જ આધાર માને છે.

વર્ષ 2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ

31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.76,162 હતો, જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં રૂ.57,033 વધીને રૂ.1,33,195 પર પહોંચ્યો હતો. આ ગાળા દરમિયાન ચાંદીમાં રૂ.1,44,403નો તોતિંગ વધારો થયો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત રૂ.86,017 હતી, જે વર્ષ 2025ના અંતિમ દિવસે રૂ.2,30,420 પ્રતિ કિલો થઈ ગઈ હતી. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ 2025માં સોનાએ 75% તો ચાંદીએ 167%એ રિટર્ન આપ્યું છે.