Get The App

સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ભાવમાં ઘટાડો

- ક્રૂડતેલમાં પણ પીછેહટ જોવા મળી

- વૈશ્વિક ચાંદી ૨૩ ડોલરની અંદર

Updated: Feb 24th, 2024

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ભાવમાં ઘટાડો 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી.  વિશ્વ બજારમાં આજે સોનાના  ભાવ ઔંશના ૨૦૨૮થી ૨૦૨૯ વાળા નીચામાં ૨૦૧૬થી ૨૦૧૭ થઈ ૨૦૨૪થી ૨૦૨૫ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ફરી વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું હતું. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૬૩૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૪૧૦૦ રહ્યા હતા.

અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૭૧૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૨૩.૦૫ વાળા નીચામાં ૨૨.૫૬ થઈ ૨૨.૭૩થી ૨૨.૭૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૮૯૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૬૩ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ આજે વધ્યા ભાવથી ૦.૮૪ ટકા ઘટયા હતા   બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૨.૯૧ વાળા નીચામાં ૮૨.૨૮ થઈ ૮૨.૫૮ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૭.૮૪ વાળા નીચામાં ૭૭.૧૮ થઈ ૭૭.૩૭ ડોલર રહ્યા હતા. 

નવી માંગ ધીમી હતી.મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૧૯૦૬ વાળા રૂ.૬૧૭૬૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૨૧૫૫ વાળા રૂ.૬૨૦૦૮ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૦૩૯૬ વાળા રૂ.૬૯૩૯૩ થઈ રૂ.૬૯૬૫૩ રહ્યા હતા. 

Tags :