Business

ઈરાન સંકટ વચ્ચે ચાંદીના ભાવમાં ધરખમ વધારો, ચાંદીની કિંમતો પણ ઉછળી, જાણો લેટેસ્ટ ભાવ

By GS Team
2 Mar 20261 min read
TukuTouch Logo
અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર ભયાનક હુમલો કર્યા બાદ સોના અને ચાંદીની કિંમતોમાં ધરખમ વધારો થયો છે. હુમલાની શરૂઆત થયા બાદ રોકાણકારોએ સુરક્ષિત રોકાણ એટલે કે ગોલ્ડ અને સિલ્વરની ધરખમ ખરીદી કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન સંકટ વચ્ચે ચાંદીના ભાવમાં ધરખમ વધારો, ચાંદીની કિંમતો પણ ઉછળી, જાણો લેટેસ્ટ ભાવ

Gold-Silver Price Hike : અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર ભયાનક હુમલો કર્યા બાદ સોના અને ચાંદીની કિંમતોમાં ધરખમ વધારો થયો છે. હુમલાની શરૂઆત થયા બાદ રોકાણકારોએ સુરક્ષિત રોકાણ એટલે કે ગોલ્ડ અને સિલ્વરની ધરખમ ખરીદી કરી રહ્યા છે.

ચાંદીના ભાવમાં 32000 રૂપિયાનો ઉછાળો

દિલ્હી બુલિયન માર્કેટમાં દિવસ દરમિયાન પ્રતિ કિલો ચાંદીની કિંમત 32000 રૂપિયા ઉછળી સીધી 3,00,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જ્યારે શુક્રવારે તેનો ભાવ 2,68,000 પર બંધ થયો હતો. એટલે કે ચાંદીના ભાવમાં એક ઝાટકામાં લગભગ 12 ટકાનો ઉછાળો થયો છે.

આ પણ વાંચો : યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી

સોનાના ભાવમાં 8100 રૂપિયાનો ઉછાળો

માત્ર ચાંદી જ નહીં, સોનાના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. 99.9 ટકા શુદ્ધતાવાળું 10 ગ્રામ સોનું 8100 રૂપિયા વધીને 1,72,800 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. અગાઉના સત્ર દરમિયાન તેનો ભાવ 1,64,700 રૂપિયા હતો. એટલે કે તેમાં લગભગ 5 ટકાનો ઉછાળો થયો છે. આમ સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારાથી સ્પષ્ટ છે કે, રોકાણકારોમાં સુરક્ષિત રોકાણની માંગ વધી છે.

આ પણ વાંચો : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભડકો, એકઝાટકે 12% ઉછળી 80 ડૉલર પાર