વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઇમ હાઇથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold-Silver Rate Fall: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક તણાવ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 2,000 રૂપિયાથી વધુનો કડાકો બોલાયો છે, જ્યારે સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે. જો ઓલ ટાઇમ હાઇ લેવલ સાથે સરખામણી કરવામાં આવે, તો ચાંદી હજુ પણ તેના હાઇ લેવલથી આશરે 1.44 લાખ રૂપિયા જેટલી સસ્તી મળી રહી છે.
ચાંદીના ભાવમાં કડાકો: બજાર ખુલતાં જ પ્રતિ કિલો 2,000થી વધુનો ઘટાડો
બુધવારે બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીનો ભાવ ગગડીને પ્રતિ કિલો 2,75,553 રૂપિયા પર આવી ગયો હતો, જે અગાઉના દિવસે 2,77,850 રૂપિયા પર બંધ થયો હતો. નોંધનીય છે કે, ગત 29 જાન્યુઆરીએ ચાંદી 4,20,048 રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચી હતી, જેની સરખામણીએ હાલમાં ચાંદી પ્રતિ કિલો 1,44,495 રૂપિયા સસ્તી મળી રહી છે. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવને કારણે વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં સતત ભારે અસ્થિરતા જોવા મળી રહી છે.
સોનાના ભાવમાં ગાબડું: પ્રતિ 10 ગ્રામના ભાવમાં 652 રૂપિયાનો ઘટાડો
બુધવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 652 રૂપિયા ઘટીને 1,62,651 રૂપિયા પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત 29 જાન્યુઆરીએ સોનાનો ભાવ 1,93,096 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો, જેની સરખામણીએ હાલ સોનું પ્રતિ 10 ગ્રામ 30,445 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય અસ્થિરતાને જોતાં, નિષ્ણાતો રોકાણકારોને સોના-ચાંદીમાં રોકાણ કરતાં પહેલા સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.









