Get The App

ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે સોના-ચાંદીના ભાવ ગગડ્યા, MCX સોનામાં રૂ. 800નો કડાકો, ચાંદી પણ નરમ

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે સોના-ચાંદીના ભાવ ગગડ્યા, MCX સોનામાં રૂ. 800નો કડાકો, ચાંદી પણ નરમ 1 - image


Gold Price Today: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદિલી અને અમેરિકાના ફેડ રિઝર્વની મોનેટરી પોલિસી પહેલાં એમસીએક્સ સોનામાં મોટો ઘટાડો નોંધાયો હતો. એમસીએક્સ પર સોનાનો ભાવ રૂ. 96900 પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યા બાદ રૂ. 800થી વધુનો કડાકો નોંધાયો હતો. એમસીએક્સ સોનું રૂ. 841 ઘટી 96650 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

બપોરના સેશનમાં એમસીએક્સ સોનું રૂ. 402 તૂટી 97020 પર ટ્રેડ થઈ રહ્યુ હતું. ચાંદી પણ રૂ. 283 તૂટી રૂ. 96418 પર કારોબાર થઈ રહી હતી. ગઈકાલે સોનાના ભાવમાં 3 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ સમયે હેજિંગ માટે સોના-ચાંદીના ભાવ વધે છે.  ભારતે ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાનમાં નવ આતંકી સ્થળો પર કરેલી એર સ્ટ્રાઈક બાદ યુદ્ધની ભીતિ વધી છે.

ફેડ પોલિસી પહેલાં સોના-ચાંદી તૂટ્યા

વૈશ્વિક સ્તરે અમેરિકામાં ફેડ રિઝર્વની રેપો રેટ મુદ્દે જાહેરાત પર સૌ કોઈની નજર છે. અમેરિકા અને ચીન વચ્ચે પણ વેપાર મંત્રણા થવાની શક્યતાઓ વધી છે. જેના પગલે કિંમતી ધાતુમાં કડાકો નોંધાયો છે. વૈશ્વિક સોનું 32.50 ડોલર તૂટી 3390.30 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી 0.33 ડોલર તૂટી 33.04 ડોલર પ્રતિ ઔંસ પર ક્વોટ થઈ રહ્યાં છે. 

આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારનો સફાયો, 14ના મોત

અમદાવાદમાં સોનું ફરી એક લાખ

અમદાવાદમાં સોનાનો ભાવ 22 એપ્રિલના રોજ તેની રેકોર્ડ હાઈ રૂ. 1,01,500 પ્રતિ 10 ગ્રામથી રૂ. 4800 સસ્તુ થયુ હતું. જો કે, ગઈકાલે ફરી પાછો વધી રૂ. 1,00,000 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ગઈકાલે સોનાના ભાવમાં રૂ. 1800નો ઉછાળો નોંધાયો હતો. ચાંદી પણ રૂ. 1500 ઉછળી રૂ. 97000 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ હતી. 

રૂપિયામાં કડાકો

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં વધારો થતાં રૂપિયો તૂટ્યો છે. આજે રૂપિયો ઓપનિંગ સેશનમાં ડોલર સામે 31 પૈસા તૂટી 84.66 થયો હતો. મંગળવારે રૂપિયો ડોલર સામે 84.35 પર બંધ રહ્યો હતો.  જે બપોરે 44 પૈસા તૂટી 84.79 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે સોના-ચાંદીના ભાવ ગગડ્યા, MCX સોનામાં રૂ. 800નો કડાકો, ચાંદી પણ નરમ 2 - image

Tags :