Business

રાતોરાત સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી 13000 ગબડી, સોનામાં 4000થી વધુનો ઘટાડો

By GS Team
18 Feb 20262 mins read
TukuTouch Logo
સોના અને ચાંદીના રોકાણકારો માટે મંગળવારની રાત આંચકા સમાન સાબિત થઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં રાત્રે 8:30 વાગ્યાની આસપાસ જોરદાર કડાકો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીમાં ₹13,000 થી વધુ અને સોનામાં આશરે ₹4,000 નો ઘટાડો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાતોરાત સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી 13000 ગબડી, સોનામાં 4000થી વધુનો ઘટાડો

Silver and Gold Price News : સોના અને ચાંદીના રોકાણકારો માટે મંગળવારની રાત આંચકા સમાન સાબિત થઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં રાત્રે 8:30 વાગ્યાની આસપાસ જોરદાર કડાકો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીમાં ₹13,000 થી વધુ અને સોનામાં આશરે ₹4,000 નો ઘટાડો નોંધાયો છે.

MCX પર ભાવમાં ભારે પછડાટ:

મંગળવારની રાત્રે કોમોડિટી માર્કેટમાં અચાનક આવેલી વેચવાલીને કારણે ચાંદીના ભાવમાં 5.58% નો મોટો કડાકો બોલાયો છે. MCX પર 5 માર્ચના વાયદા માટે ચાંદીની કિંમત ₹13,378 ઘટીને ₹2,26,513 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. બીજી તરફ, 2 એપ્રિલના વાયદા માટે સોનાના ભાવમાં પણ 2.45% અથવા ₹3,796 નો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે સોનું ₹1,50,964 પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી ગયું છે.

રેકોર્ડ હાઈ સ્તરથી કેટલી સસ્તી થઈ કિંમતી ધાતુઓ?

29 જાન્યુઆરીએ સોના અને ચાંદી બંનેએ સર્વોચ્ચ સપાટી સ્પર્શી હતી, ત્યાંથી અત્યાર સુધીમાં ભાવમાં ભારે ધોવાણ થયું છે:

ધાતુરેકોર્ડ હાઈ સ્તર (₹)વર્તમાન ભાવ (₹)ટોચથી કુલ ઘટાડો (₹)
ચાંદી (પ્રતિ કિલો)₹4.20 લાખ₹2.26 લાખ₹1.93 લાખથી વધુ
સોનું (10 ગ્રામ)₹1.93 લાખ₹1.50 લાખ₹43,000 થી વધુ


આંતરરાષ્ટ્રીય બજાર અને ઘટાડાનું કારણ

આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો સ્પોટ ભાવ $4,920 – $4,950 પ્રતિ ઔંસ અને ચાંદીનો ભાવ $74 – $75 પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. બજારના નિષ્ણાતોના મતે, આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ નફાખોરી (Profit Booking) અને ડોલરની મજબૂતી માનવામાં આવી રહી છે. સોના અને ચાંદીએ આ અઠવાડિયાનું સૌથી નબળું સ્તર સ્પર્શ્યું છે.

ETF પર પણ અસર:

સોના-ચાંદીના ભાવમાં આવેલી આ અચાનક ગિરાવટને કારણે શેરબજારમાં ગોલ્ડ અને સિલ્વર ETF (Exchange Traded Funds) ના ભાવ પણ પ્રભાવિત થઈ રહ્યા છે. રેકોર્ડ હાઈ સ્તરથી સિલ્વર ETF 40% થી વધુ અને ગોલ્ડ ETF આશરે 18% જેટલા તૂટી ચૂક્યા છે, જેના કારણે અનેક રોકાણકારો ફસાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.