Get The App

હવે વિદેશથી સોનું-ચાંદી મંગાવવું મોંઘું પડશે, સરકારે કડક કર્યા નિયમો

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
Gold Import India


Gold Import India: ભારત સરકારે સોનું, ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ દેશમાં લાવવા માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. ફાઇનાન્સ એક્ટ 2025 હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ 19 મેના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં આ ધાતુઓને 'પ્રતિબંધિત' કેટેગરીમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. 

દાણચોરી રોકવા લેવાયો નિર્ણય

સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓની આયાતને વધુ સારી રીતે નિયંત્રિત કરવા, દુરુપયોગ અટકાવવા, HS કોડને પ્રમાણિત કરવાનો અને આયાત પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે સરકારે આ કડક નિયમો બનાવ્યા છે. નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે આ ધાતુઓ કોણ આયાત કરી શકે છે અને કઈ શરતો લાગુ થશે?

હવે વિદેશથી સોનું-ચાંદી મંગાવવું મોંઘું પડશે, સરકારે કડક કર્યા નિયમો 2 - image

વિદેશથી શુદ્ધ સોનાની આયાત કરવા સરકાર પાસેથી લેવી પડશે પરવાનગી 

હવે વિદેશથી સોના-ચાંદીની આયાત કરવી સરળ નથી. સરકારે દાણચોરી રોકવા માટે નિયમો કડક બનાવ્યા છે. અગાઉ, ભારતમાં ચોક્કસ પ્રકારના સોનું સરળતાથી આયાત કરી શકાતું હતું, પરંતુ નવા નિયમો અનુસાર, જો સોનાની શુદ્ધતા 99.5% કે તેથી વધુ હોય, તો તેને 'પ્રતિબંધિત' કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે હવે તેને ઓર્ડર કરવા માટે સરકાર પાસેથી ખાસ પરવાનગી લેવી પડશે. આ નિયમ HS કોડ 71081210 અને 71081310 હેઠળ આવતા સોના પર લાગુ થશે.

હવે, આ પ્રકારનું સોનું ફક્ત તે એજન્સીઓ દ્વારા જ ખરીદી શકાય છે જેમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અથવા DGFT દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, તમે તેને IFSCA દ્વારા માન્યતા પ્રાપ્ત ઝવેરીઓ પાસેથી પણ ઓર્ડર કરી શકો છો, પરંતુ સોનું ફક્ત ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) દ્વારા જ ઉપલબ્ધ થશે.

ચાંદી માટે પણ નિયમો કડક 

સોનાની જેમ, હવે ચાંદીની આયાત પર વધુ ધ્યાન આપવામાં આવશે. 99.9% કે તેથી વધુ શુદ્ધતા ધરાવતું ચાંદી સરળતાથી ઉપલબ્ધ હતી. પરંતુ, નવી યોજના હેઠળ આ પણ 'પ્રતિબંધિત' છે. હવે, ચાંદી પણ ફક્ત RBI દ્વારા નિર્દિષ્ટ બેન્ક, DGFT દ્વારા પસંદ કરાયેલ એજન્સીઓ અથવા IFSCA દ્વારા માન્યતા પ્રાપ્ત ઝવેરીઓ પાસેથી IIBX દ્વારા ઓર્ડર કરી શકાય છે.

આ પણ વાંચો: શેરબજારમાં ફરી અફરાતફરી, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, અમેરિકાના બજારની અસર

જોકે, ચોક્કસ પ્રકારની ફિનિશ્ડ ચાંદી (જેમ કે 71069221 અને 71069229 કોડ ધરાવતા) ​​હજુ પણ સરળતાથી ઉપલબ્ધ છે પરંતુ તે પણ RBI નિયમોને આધીન રહેશે.

પ્લેટિનમ માટે પણ નિયમો બદલાયા

પ્લેટિનમ સંબંધિત આયાતમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. 9% કે તેથી વધુ શુદ્ધતા ધરાવતું અલ્ટ્રા પ્યોર પ્લેટિનમ HS કોડ 711011111 અને 71101121 હેઠળ મુક્તપણે આયાત કરી શકાય છે. જોકે, પ્લેટિનમના અન્ય સ્વરૂપો હવે 'પ્રતિબંધિત' છે અને તેના માટે પણ પરવાનગી જરૂરી છે. આ ફેરફારનો ઉદ્દેશ્ય આયાત પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો અને HS કોડના દુરુપયોગને રોકવાનો છે.

હવે વિદેશથી સોનું-ચાંદી મંગાવવું મોંઘું પડશે, સરકારે કડક કર્યા નિયમો 3 - image

Tags :