Get The App

સોનું વધી રૂ.80,500 : ચાંદી ઉછળીને રૂ.91,000

- ક્રૂડ વધીને ૮૦ ડોલર નજીક : રૂપિયો ગબડતાં ઝવેરી બજારમાં તેજીની આગેકૂચ

- મુંબઈ-હાઈ ખાતે બ્રિટીશ પેટ્રોલિયમના આગમન વચ્ચે ક્રૂડનું ઉત્પાદન ૪૪ ટકા તથા ગેસનું ઉત્પાદન ૮૯ ટકા વધવાની બતાવાતી શક્યતા

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
સોનું વધી રૂ.80,500 : ચાંદી ઉછળીને રૂ.91,000 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં  તેજી આગળ વધી હતી. વિશ્વ બજાર ઉંચકાતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડતાં  દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે તેજીના ઉછાળા આગળ વધ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૪૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૮૦૩૦૦તથા ૯૯.૯૦ના રૂ.૮૦૫૦૦ બોલાતા થયા હતા.  

જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦ વધી રૂ.૯૧૦૦૦ની સપાટીને આંબી ગયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં ઝડપી ૩ ટકાની તેજી આવતાં વૈશ્વિક સોનામાં આજે ફંડોનું એક્ટીવ બાઈંગ ચાલુ રહ્યું હતું. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૨૬૭૨થી ૨૬૭૩ વાળા  ઉંચામાં ૨૬૮૩થી ૨૬૮૪ થઊ ૨૬૭૯થી ૨૬૮૦ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. 

વૈશ્વિક ચાંદીના ભાવ ૩૦.૩૫ વાળા નીચામાં ૩૦.૦૮ તથા ઉંચામાં ૩૦.૪૪ થઈ ૩૦.૩૨થી ૩૦.૩૩ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના  ઉંચામાં ૯૬૮ થઈ ૯૬૨થી ૯૬૩ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૫૪ થઈ ૯૫૦થી ૯૫૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૫૨ ટકા ઉંચકાયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં ઓચિંતી ૩ ટકાની તેજી આવી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૮૦ ડોલર નજીક ૭૯.૭૫ ડોલર થઈ ૭૯.૩૬ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૬.૭૦ થઈ ૭૬.૩૭ ડોલર રહ્યા હતા. યુએસ તથા યુરોપમાં ઠંડી વધતાં હિટીંગ ચોઈસની ડિમાન્ડ વધ્યાના નિર્દેશો હતા. 

ઈરાન તથા રશિયા પર અમેરિકા દ્વારા વધુ અંકુશો લદાતાં વિશ્વ બજારમાં ઈરાન તથા રશિયાના ઓઈલની સપ્લાય ઘટવાની શક્યતા પણ જાણકારો બતાવી રહ્યા હતા. ક્રૂડના ભાવ આજે ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ વટાવી ગયા હતા. ફ્રંટ મંથના પ્રીમિયમો પણ વધ્યા હતા.  છેલ્લા ૩ વિકથી ભાવ ઉંચા જતાં જોવા મળ્યા  હતા. સીટી ગુ્રપે ભાવનો ભાવિ અંદાજ વધુ ઉંચો મૂકયાના વાવડ હતા. 

દરમિયાન, ભારતમાં મુંબઈ નજીક મુંબઈ-હાઈ  ખાતે ઓએનજીસીને બ્રિટીશ પેટ્રોલિયમનો ટેકનિકલ સપોર્ટ મળતાં હવે મુંબઈ-હાઈ ખાતે ક્રૂડના ઉત્પાદનમાં આશરે ૪૪ ટકાની વૃદ્ધી તથા ગેસના ઉત્પાદનમાં આશરે ૮૯ ટકાની વૃદ્ધી થવાનો અંદાજ જાણકારો બતાવી રહ્યા હતા. 

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯.૫૦ના રૂ.૭૭૭૦૬ તથા ૯૯.૯૦ના રૂ.૭૮૦૧૮ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૯૦૨૬૮ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

bullion

Google NewsGoogle News