Get The App

સોનામાં તેજી આગળ વધી: ચાંદી રૂ.6000 ઉછળી : ક્રૂડ વધી બેરલના 72 ડોલર પાર

- પ્લેટીમના રૂ.૩૦૦૦ની તેજી: વિશ્વબજાર વધી ૨૪૦૦ ડોલર:

- પેલેડીયમ વધી ૧૮૦૦ ડોલર ઉપર: વૈશ્વિક સોનું ઉછળી ૫૨૦૦ ડોલર

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
સોનામાં તેજી આગળ વધી: ચાંદી રૂ.6000 ઉછળી : ક્રૂડ વધી બેરલના 72 ડોલર પાર 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં તેજી જોવા મળી હતી. વિશ્વબજારના સમાચાર ભાવમાં ઝડપી ઉછાળો બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ વધતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં ઝવેરીબજારમાં તેજીનો ચમકારો આજે જોવા મળ્યો હતો. 

વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના વધી ઉંચામાં ૫૨૦૦ ડોલરને આંબી ગયાના નિર્દેશો હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૬૩૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૩૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા.

વિશ્વબજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ પણ  ઔંશના ૮૬.૧૮ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૯૦.૫૯ થઈ ૮૯.૭૮થી ૮૯.૭૯ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૨૩૬૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ  ૧૮૧૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૧.૯૨ ટકા વધ્યા હતા.

મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૧૦૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૬૦૦૦ ઉછળ્યા હતા. મુંબઈ સોના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૧૫૮૪૬૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૯૦૯૭ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઉછળી કિલોના ભાવ રૂ.૨૬૭૯૦૦ થઈ રૂ.૨૬૬૭૦૦ રહ્યા હતા.

મુંબઈ પ્લેટીમના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૩૦૦૦ વધ્યા હતા. પ્લેટીમના ભાવ ઉંચામાં રૂ.૭૩૭૨૦ થઈ રૂ.૭૨૩૧૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ આજે ઝડપી ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૯.૯૬ વાળા વધી ૭૨.૩૫ થઈ ૭૨.૨૨ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૪.૩૪ વાળા વધી ૬૬.૯૩ થઈ ૬૬.૮૨ ડોલર રહ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે સમાધાનના બદલે અજંપો વધતાં ક્રૂડમાં તેજીની અસર દેખાઈ હતી.