mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

Gold Price Today: અમદાવાદમાં સોનાની કિંમત 15 દિવસમાં રૂ. 1900 વધી, જાણો આજના ભાવ

Updated: May 15th, 2024

Gold Price Today: અમદાવાદમાં સોનાની કિંમત 15 દિવસમાં રૂ. 1900 વધી, જાણો આજના ભાવ 1 - image


Gold Price Today: અમદાવાદમાં છેલ્લા બે દિવસ સોનાનો ભાવ ફ્લેટ રહ્યા બાદ આજે ફરી પાછો વધ્યો છે. આજે અમદાવાદમાં સોનાની કિંમત રૂ. 700 વધી રૂ. 75200 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. આજના ભાવ સામે સોનુ મે માસમાં રૂ. 1900 વધ્યું છે.

ચાંદીના ભાવ ચાર દિવસથી સ્થિર

ચાંદીમાં ઘરાકીના અભાવે કોઈ મોટી ઉથલ-પાથલ જોવા મળી નથી. ગત શુક્રવારે રૂ.85000 પ્રતિ કિગ્રાની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદથી ચાંદી છેલ્લા ચાર દિવસથી રૂ. 84000 પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થઈ રહી છે. 

એમસીએક્સ સોના-ચાંદીમાં નજીવો ફેરફાર

એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,336ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,788 અને નીચામાં રૂ.72,308ના મથાળે અથડાઈ, રૂ.233 વધી રૂ.72,530ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.171 વધી રૂ.58,634 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.27 વધી રૂ.7,134ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.261 વધી રૂ.72,474ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.85,521ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.85,835 અને નીચામાં રૂ.85,358 ના મથાળે અથડાઈ, રૂ.283 વધી રૂ.85,700 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.281 વધી રૂ.85,552 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.283 વધી રૂ.85,540 બોલાઈ રહ્યો હતો. 

સોના-ચાંદીમાં ટ્રેન્ડ

વૈશ્વિક સ્તરે પ્રોફિટ બુકિંગ તેમજ અમેરિકી ફુગાવાના આંકડાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતાં રોકાણકારોએ સાવચેતીનુ વલણ અપનાવ્યું છે. આજે બુધવારે અમેરિકા દ્વારા સીપીઆઈ ફુગાવાના આંકડા જારી કરવામાં આવશે. જો સીપીઆઈમાં નજીવો ઘટાડો નોંધાયો તો તે કિંમતી ધાતુ માટે તેજીનું વલણ લાવશે. અર્થશાસ્ત્રીઓ એપ્રિલ ફુગાવો માસિક ધોરણે ઘટી 0.3 ટકા રહેવાનો અંદાજ આપી રહ્યા છે.

  Gold Price Today: અમદાવાદમાં સોનાની કિંમત 15 દિવસમાં રૂ. 1900 વધી, જાણો આજના ભાવ 2 - image

Gujarat