Get The App

હવે સોનાના બજાર મૂલ્યની 65%થી વધુ લોન નહીં મળે, RBIએ નવા નિયમનો મુસદ્દો બહાર પાડ્યો

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
હવે સોનાના બજાર મૂલ્યની 65%થી વધુ લોન નહીં મળે, RBIએ નવા નિયમનો મુસદ્દો બહાર પાડ્યો 1 - image


RBI New Rules : રિઝર્વ બેન્કે ગોલ્ડ લોન માટેના નવા નિયમો સાથેના બહાર પાડેલા નવા મુસદ્દા પ્રમાણે ગોલ્ડ લોન માટે અરજી કરનારને સોનાના બજાર મૂલ્યના 65 ટકાથી વધુ લોન આપી શકાશે નહી. સોનાના બજાર મૂલ્યના 75 ટકા ગોલ્ડ લોન પેટે આપવાનો નિયમ છે. આમ રૂ. સાત લાખના મૂલ્યના સોના પર 5 લાખનું ધિરાણ આપે તો બુલેટ પેમેન્ટની લોનની વ્યવસ્થામાં  વરસને અંતે લોન લેનાર વ્યક્તિએ 10 ટકા વ્યાજ સાથે રૂ. 5.50 લાખ ચૂકવવાના આવે છે. રૂ. 5.50 લાખનું લેણું 75 ટકાના બુલેટ પેમેન્ટની સિસ્ટમના રેશિયોમાં ફિટ બેસશે જ નહી. આ ગાળામાં સોનાના ભાવ વધી જાય તો તેની સામે તકલીફ આવશે નહી. પરંતુ સોનાના ભાવમાં ઘટાડો થઈ જાય તો લોન લેનાર પાસે માર્જિન મની મૂકાવવાની નોબત આવી શકે છે. આ સ્થિતિને પહોંચવી કઠિન ન બને તે માટે 65 ટકાથી વધુ લોન આપશે જ નહી. 

બજાર મૂલ્યના 90 અપસેટ વેલ્યુ ટકા રાખવી ફરજિયાત

બુલેટ રિપેમેન્ટ માટેની ગોલ્ડ લોનની મર્યાદા પહેલા 4 લાખથી વધારીને હવે પાંચ લાખની કરવામાં આવી છે. બુલેટ રિપેમેન્ટની વ્યવસ્થા હેઠળ લોન લીધા પછી બાર મહિના સુધી વ્યાજ કે મુદ્દલ બેમાંથી એક પણ રકમ જમા કરાવવાની આવશે નહી. પરંતુ બાર મહિના પૂરા થયા પછી વ્યાજ સહિતની લોનની મુદ્દલ ચૂકવી આપવી પડશે. તેનો ગોલ્ડ લેનારાઓને લાભ મળશે. ગોલ્ડ લોન પર બેન્કો અંદાજે 8થી 10 ટકા  વ્યાજ વસૂલે છે. નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ અને ખાનગી કંપનીઓ 14થી 16 ટકા વ્યાજ વસૂલે છે. ખાનગી બેન્કો અને એનબીએફસી ગોલ્ડ લોનમાં ચૂક કરનારાઓ પાસેથી મોટી  પેનલ્ટી  વસૂલી રહ્યા છે. 

ગોલ્ડ લોન માટે સોનાનું બજાર મૂલ્ય નક્કી કરવા રોજેરોજ જે ભાવ બુલિયન એસોસિયેશનના પોર્ટલ પર જોવા મળે તે ભાવ અને રોજેરોજ પબ્લિશ થતાં ભાવની ત્રીસ દિવસની સરેરાશને અંતે જે ઓછામાં ઓછો ભાવ આવે તેને ગોલ્ડ લોન આપવા માટે લાવવામાં આવેલા સોનાના બજાર ભાવ ગણવાનો રહેશે. તેથી લોન લેનારે ગોલ્ડ લોનની રકમ અંગે ગ્રાહકે રાત્રે અંદાજ બાંઘ્યો હોય તે અંદાજમાં સવારે બજારની ઊથલપાથલને પરિણામે વધારો કે ઘટાડો થઈ શકે છે.આમ ગોલ્ડ લોન લેનારને મળનારી લોન વી કે ઘટી શકે છે. બીજીતરફ સોનાના ભાવમાં છેલ્લા બાર જ માસમાં 35 ટકાનો વારો થયો છે. તેમ જ વાર્ષિક ધોરણે ગોલ્ડ લોનમાં 87 ટકાનો વારો જોવા મળ્યો છે. 2024-25ના વર્ષમાં રૂ.1.91 લાખ કરોડની ગોલ્ડ લોન અપાઈ છે. તેની સામે ક્રેડિટ કાર્ડથી અપાતા ધિરાણમાં માત્ર 11 ટકાનો જ વધારો થયો છે.

કંપનીઓ ફંડની કોસ્ટ પ્રમાણે પોતાના વ્યાજદર નક્કી કરી શકશે

હા, ગોલ્ડ લોન આપતી દરેક સંસ્થાને તેના વ્યાજદર તેની કોસ્ટ બેનિફિટ પ્રમાણે રાખવાની છૂટ આપવામાં આવી છે. રિઝર્વ બેન્કે વ્યાજ માટે કોઈ જોગવાઈ કરી નથી. પરંતુ એનબીએફસી, બેન્ક અને ગોલ્ડ ફાઈનાન્સ કંપનીને લાગુ પડતા નિયમો એક સમાન કરી દેવામાં આવ્યા છે. એનબીએફસી અને ગોલ્ડ ફાઈનાન્સ કંપની વ્યાજના દર પણ ઊંચા લે છે અને તેના ઉપરાંત હિડન કોસ્ટ પણ લગાડે છે. કેટલાક શાહુકારો કે પ્રાઈવેટ ફાઈનાન્સર ફ્લેટરેટથી પણ ગોલ્ડ લોન આપે છે. બીજું હપ્તા ચૂકવવાની શરતે લોન લે અને વચ્ચે એકાદ હપ્તો ચૂકી જાય તો લોન લીધી હોય તે દિવસથી જેટલા દિવસ વીતિ ગયા હોય ત્યાં સુધીના ગાળા માટે વધારાનું ચાર ટકા વ્યાજ માગી લે છે. આમ છ મહિના નિયમિત લોન ચૂકવ્યા બાદ સાતમે મહિને ડિફોલ્ટ થાય તો અગાઉના છ મહિનાના પૈસા ભરાયા હોય તો પણ ચાર ટકા વધારાનું વ્યાજ લઈ લેવામાં આવે છે. આ હિડન કોસ્ટની ગોલ્ડ લોન લેનારાઓને ખબર હોતી જ નથી.

લોન પરત ચૂકવી દેનારને 7 દિવસમાં સોનું પરત ન કરે રોજનો રૂ. 5000નો દંડ

ગોલ્ડ લોન લેનારાઓની તરફેણમાં પણ મજબૂત જોગવાઈ રિઝર્વ બેન્કે કરી છે. ગોલ્ડ લોન લેનાર વ્યક્તિ બાર મહિનામાં તેની સંપૂર્ણ લોન ચૂકવી દે તો તે પછી 7 દિવસના ગાળામાં તે વ્યક્તિનું સોનું પરત આપી દેવાનો નિયમ રિઝર્વ બેન્કે નવા મુસદ્દામાં દાખલ કર્યો છે. આ નિયમનું પાલન કરવામાં શાહુકાર કે ખાનગી ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓ કે પછી બેન્કો નિષ્ફળ જશે તો તેવા સંજોગોમાં તે સંસ્થાએ ગોલ્ડ લોન લેનારને એક દિવસના રૂ. 5000 લેખે જેટલા દિવસનો વિલંબ થાય તેટલી પેનલ્ટી ચૂકવવી પડશે. કસ્ટમરને ગોલ્ડ લોન આપનાર સંસ્થાએ સોનું લઈ જવા માટે લેટર લખ્યો હોય તો પણ તે સોનું લેવા ન આવે તો તેવા સંજોગોમાં ગોલ્ડ લોન આપનારને માથે રોજની રૂ. 5000ની પેનલ્ટી ચઢ્યા કરશે. 

બિલ વિનાના સોના પર ધિરાણ મેળવવું મુશ્કેલ

સોનાની ઓનરશીપ એસ્ટાબ્લિશ-માલિકી પ્રસ્થાપિત કરવાની જોગવાઈને હવે વધુ ચુસ્ત ચુસ્ત કરી દેવામાં આવી છે.પરંતુ મહિલા લગ્નમાં કરિયાવર તરીકે સોનુ લઈ આવે છે તેના બિલ બહુધા લાવતી જ નથી. તેથી બિલ વિનાના સોના પર ગોલ્ડ લોન આપવી કઠિન બની જશે. બિલ વિનાના સોના પર ગોલ્ડ લોન આપનારે ગોલ્ડ લોન લેવા આવનાર પાસે તે સોનું પોતાની માલિકીનું છે તેવું સોગંદનામુ લઈ લેવાનું રહેશે. છતાંય આ ડિક્લેરેશનની જેન્યુઇનનેસની ખરાઈ કરવાની જવાબદારી બેન્કો, એનબીએફસી અને શાહુકારોને માથે નાખી દેવામાં આવી છે. કંપની કે એનબીએફસી કે પછી બેન્ક તેની ખરાઈ કઈ રીતે કરી શકે છે તે મોટો સવાલ છે. 

Tags :