વૈશ્વિક બજારમાં સોનું 3.4 ટકા તૂટ્યું છતાં ભારતમાં રૂ.1.50 લાખને પાર! જાણો 22-24 કેરેટના લેટેસ્ટ ભાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold Rate Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલુ સપ્તાહે સોનાના ભાવમાં આશરે 3.4% જેટલો ઘટાડો જોવા મળ્યો છે, તેમ છતાં ભારતના મોટાભાગના શહેરોમાં 3 ઑક્ટોબરના રોજ સોનાના ભાવ હજુ પણ ઊંચા સ્તરે જળવાઈ રહ્યા છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,50,460 અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,37,910 નોંધાયો છે.
અમદાવાદ, મુંબઈ સહિતના મહાનગરોમાં સોનાના લેટેસ્ટ ભાવ
- અમદાવાદ અને ભોપાલમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,50,360 જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 1,37,810 રહ્યો છે.
- મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, પુણે, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા શહેરોમાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 1,50,290 અને 22 કેરેટ સોનું રૂ. 1,37,760 પર ટ્રેડ કરી રહ્યું છે.
- જયપુર, લખનૌ અને ચંદીગઢમાં દિલ્હીની જેમ જ 24 કેરેટનો ભાવ રૂ. 1,50,460 અને 22 કેરેટનો ભાવ રૂ. 1,37,910 નોંધાયો છે
દેશભરના મોટા શહેરોના ભાવમાં બહુ મોટો તફાવત નથી, પરંતુ દિલ્હી અને તેની આસપાસના શહેરોમાં રેટ સહેજ ઊંચા જોવા મળી રહ્યા છે.
ગ્લોબલ માર્કેટમાં ઘટાડા છતાં ભારતમાં ભાવ કેમ ઊંચા રહ્યા
વૈશ્વિક સ્તરે 3 ઑક્ટોબરના રોજ હાજર સોનું (Spot Gold) 4,140.06 ડૉલર પ્રતિ ઔંસના સ્તરે નોંધાયું હતું અને આ સપ્તાહે તેમાં અંદાજે 3.4%નો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ હોવા છતાં ભારતમાં ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. તેનું મુખ્ય કારણ એ છે કે સ્થાનિક બજારના ભાવ માત્ર વૈશ્વિક રેટ પર આધારિત નથી હોતા. ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય, આયાત ખર્ચ, સરકારી ટેક્સ અને તહેવારોની સ્થાનિક માંગ જેવા પરિબળો ભારતમાં સોનાના ભાવને ઊંચા સ્તરે જાળવી રાખે છે.
ચાંદીના ભાવમાં પણ મોટો ફેરફાર
સોનાની સાથે ચાંદીના બજારમાં પણ હલચલ જોવા મળી રહી છે. 3 ઑક્ટોબરના રોજ દેશમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 2,34,900 રહ્યો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે હાજર ચાંદી લગભગ 60.36 ડૉલર પ્રતિ ઔંસ પર હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં દેશમાં ચાંદી રૂ. 4 લાખ પ્રતિ કિલોગ્રામની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ હતી, જેની સરખામણીએ હાલના ભાવ તે રૅકોર્ડ સપાટીથી ઘણા નીચે આવી ચૂક્યા છે.




