Gold at Lifetime High, Silver Near ₹2 Lakh | સોના ચાંદીના વધતાં ભાવ તો રોકાવાનું નામ જ નથી લઈ રહ્યા. આજે પણ સોનાની કિંમત 'ઓલ ટાઇમ હાઇ' પર પહોંચી અને જૂના તમામ રૅકોર્ડ તોડી નાંખ્યા. ચાંદીની કિંમતો તો હાલમાં જ બે લાખ રૂપિયાને પાર જતી રહી હતી.
આજે સોનાની કિંમતે તમામ રૅકોર્ડ તોડ્યા!
સોનાની કિંમતમાં આજે 1.4 ટકા તેજી જોવા મળી. આજે સોનાનો ભાવ 1870 રૂપિયા વધીને 1 લાખ 35 હજાર 496 પહોંચી ગયો. ગત સપ્તાહની સરખામણીમાં સોનાના ભાવમાં 3160 રૂપિયાનો વધારો થયો છે.
ચાંદીમાં પણ રૅકોર્ડબ્રેક તેજી
બીજી તરફ ચાંદીની ચમકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. MCX પ્રમાણે ગત સપ્તાહની સરખામણીમાં ચાંદીની કિંમતમાં અધધ 9443 રૂપિયાનો વધારો થયો છે. શુક્રવારે ચાંદીની કિંમત ઓલ ટાઇમ હાઇ 2 લાખ 1 હજાર 615 હતી. આજે ચાંદીનો ભાવ 1 લાખ 98 હજાર 106 રૂપિયા રહ્યો.


