Get The App

સોનામાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો જો કે ચાંદી આંચકા પચાવી ફરી ઉછળી

- વૈશ્વિક સોનું ઔંસના ૪૯૦૦ ડોલરની અંદર ઊતર્યું

- ચાંદીના ભાવ કિલોના રૂ.૪૦૦૦ ઉંચકાયા:ભારતમાં રશિયાથી ઈમ્પોર્ટ ઘટી

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
સોનામાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો જો કે ચાંદી આંચકા પચાવી ફરી ઉછળી 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે હવામાન મિશ્ર હતું. સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. પેલ્ટીનમના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર  ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડો હળવા થઈ રહ્યા હતા તથા ફંડોની વેચવાલી વચ્ચે સોનાના ભાવ વિશ્વ બજારમાં ઔંસના ૪૯૩૭થી ૪૯૩૮ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૪૮૫૪ થઈ ૪૯૨૪થી ૪૯૨૫ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૫૧૨૫૭ વાળા રૂ.૧૫૦૯૭૭ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૧૮૬૫ વાળા રૂ.૧૫૧૫૮૪ જીએસટી વગર રહ્યા હતા. 

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૨૩૨૯૫૫ વાળા જો કે વધી રૂ.૨૩૭૦૩૯ થઈ રૂ.૨૩૬૭૯૮ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૪.૮૩ વાળા વધી ૭૬.૩૦ થઈ ૭૫.૬૮થી ૭૫.૬૯ ડોલર રહ્યા હતા.

 વિશ્વ બજાર પાછળ અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ વધી રૂ.૨૩૭૦૦૦ રહ્યા હતા અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૬૦૦૦ બોલાતા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૨૦૧૧ વાલા વદી ઉંચામાં ભાવ ૨૦૬૭ થઈ ૨૦૪૮થી ૨૦૪૯ ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૧૬૭૯ વાળા વધી રૂ.૬૪૫૨૭ થઈ રૂ.૬૨૦૮૦ રહ્યા હતા. વૈશ્વિક પેલેડીયમના ભાવ ઔંસના ૧૬૮૧ વાળા વધી ૧૭૩૩ થઈ ૧૭૨૩થી ૧૭૨૪ ડોલર રહ્યા હતા. 

વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૨૩ ટકા વધ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી વધ્યા હતા.  અમેરિકા તથા ઈરાન વચ્ચે અને રશિયા તથા યુક્રેન વચ્ચે તણાવની સ્થિતિ ચાલ ુ રહ્યાના વાવડ હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૮.૬૭ વાળા વધી ૬૮.૯૦ થઈ ૬૮.૮૬ ડોલર રહ્યા હતા. 

યુએસ ક્રૂડના ભાવ ૬૩.૭૧ થઈ ૬૩.૬૬ ડોલર રહ્યા હતા. ભારતમાં રશિયા ખાતેથી વિવિધ ચીજોની કુલ આયાત જાન્યુઆરીમાં ૪૦થી ૪૧ ટકા ઘટી ૨.૮૬ અબજ ડોલર થઈ છે. આ પૈકી  ક્રૂડતેલની આયાત ઘટી ૨.૩૦ અબજ ડોલર થઈ છે. અમેરિકાએ ટેરીફનું શસ્ત્ર ઉગામતા ભારતે રશિયા ખાતેથી આયાત ઘટાડી દીધી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.