Get The App

સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક, રૂ.1800નો કડાકો : ચાંદીમાં પણ તેજીના વળતા પાણી

- ક્રૂડ ગબડતાં ગોલ્ડ પર નેગેટીવ ઈમ્પેક્ટ : વૈશ્વિક સોનાએ ૪૩૦૦ ડોલરની સપાટી ગુમાવી

- પ્લેટીનમ ઉછળી ૧૮૦૦ ડોલર : પેલેડીયમ વધી ૧૬૦૦ ડોલર બોલાયું

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક, રૂ.1800નો કડાકો : ચાંદીમાં પણ તેજીના વળતા પાણી 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં  રેકોર્ડ તેજીને બ્રેક વાગી ભાવ ટોચ પરથી ઝડપી ગબડયા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ તૂટી જતાં ઘરઆંગણે પણ ભાવમાં તેજીના વળતા પાણી જોવા મળ્યા હતા.  જો કે કરન્સી બજારમાં રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં ઝવેરી બજારમાં ભાવ ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના જાણકારો  જણાવી રહ્યા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૮૦૦ ગબડી ૯૯૫ના ભાવ રૂ.૧૩૫૪૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૫૭૦૦ બોલાયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧ લાખ ૯૦ હજાર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૩૪૫થી ૪૩૪૬ ડોલર વાળા ગબડી નીચામાં ભાવ ૪૨૭૧ થઈ ૪૨૯૦થી ૪૨૯૧ ડોલર રહ્યા હતા.

 સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૬૩.૮૭થી ૬૩.૮૮ વાળા ઘટી નીચામાં ભાવ ૬૨.૧૭ થઈ ૬૩.૧૩થી ૬૩.૧૪ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભૈાવ આજે ૦.૭૩ ટકા તૂટયા હતા. જો કે વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ૧૮૩૩ થઈ ૧૮૨૩ થી ૧૮૨૪ ડોલર રહ્યા  હતા. પેલેડીયમના ભાવ વધી ૧૬૦૦ ડોલર થઈ ૧૫૭૦થી ૧૫૭૧ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઝડપી નીચા ઉતરતાં તેની ઈમ્પેક્ટ  સોનાના ભાવ પર દેખાઈ હતી.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૨૭૧૫ વાળા નીચામાં રૂ.૧૩૧૨૪૯ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૩૩૨૪૯ વાળા રૂ.૧૩૧૭૭૭ બોલાયા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૯૩૪૧૭ વાળા તૂટી રૂ.૧૯૧૯૭૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલ ગબડતાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ભાવ ૫૯.૪૨ થઈ ૫૯.૭૧ ડોલર રહ્યા હતા. 

યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૫.૬૯ થઈ ૫૫.૯૭ ડોલર રહ્યા હતા.  રશિયા તથા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની શક્યતા વધતાં તથા ચીનના વિવિધ આર્થિક આંકડાઓ નબળા આવતાં વિશ્વ બજારમાં ક્રૂડના ભાવ દબાણ હેઠળ રહ્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી જોવા મળી છે.

Tags :