દિવાળી બાદ સોના-ચાંદીની ચમક પડી ફિક્કી: આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મોટો ઘટાડો, જાણો નવા ભાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold-Silver Price Today : સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમોડિટી માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 2100 રૂપિયાથી વધુ તૂટ્યો છે અને હાલમાં ડિસેમ્બર વાયદા માટે ગોલ્ડ પ્રાઇસ 1,37,452 રૂપિયા પર આવી ગયો છે.

ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો
સોનાની સાથે સાથે ચાંદીની કિંમતમાં પણ અંદાજે 38000 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ (MCX) પર ડિસેમ્બર વાયદા વાળી ચાંદીની કિંમત ઘટીને હવે 1,80,686 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.

એક અઠવાડિયામાં ચાંદી 7000 રૂપિયા સસ્તી થઈ
ગત 4 નવેમ્બરના રોજ ચાંદીની કિંમત 1.87 લાખ રૂપિયા પ્રતિ કિલો પર હતી, જે હવે 7000 રૂપિયા તૂટીને 1.80 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. ટૂંકા ગાળામાં ચાંદીના ભાવમાં થયેલા આ ઘટાડાથી ખરીદદારોને મોટી રાહત મળી છે.

સોનામાં 6 હજાર રૂપિયા સુધીનો ઘટાડો
છેલ્લા એક સપ્તાહના સોનાના ભાવ પર નજર કરીએ તો તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. સોનું 1.43 લાખ રૂપિયાના સ્તરથી ઘટીને 1.37 લાખ રૂપિયાની નજીક આવી ગયું છે, એટલે કે સોનાની કિંમતમાં અંદાજે 6 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતો તૂટી
વૈશ્વિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું અંદાજે 1.50 ટકા નીચે આવ્યું છે, જ્યારે ચાંદીની કિંમતમાં 2 ટકાનો ઘટાડો થયો છે. હાલમાં સોનું 3,952.10 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 51.125 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

તહેવારો બાદ ઘરેલુ માંગમાં ઘટાડો
સોના-ચાંદીના ભાવમાં ઘટાડા પાછળનું એક મુખ્ય કારણ સ્થાનિક બજારમાં ઘટેલી માંગ છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ સોના અને ચાંદીની ખરીદીમાં ઘટાડો થયો છે, જેની સીધી અસર તેની કિંમતો પર જોવા મળી રહી છે.

અમેરિકામાં મોંઘવારી અને વૈશ્વિક પરિબળોની અસર
બીજી તરફ, અમેરિકામાં મોંઘવારી દરમાં વધારો થયો છે, જેના કારણે ફેડરલ રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા પ્રબળ બની છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે જિયો-પોલિટિકલ તણાવ ઓછો થવાથી પણ સોના અને ચાંદીની કિંમતોમાં નરમાઈ જોવા મળી રહી છે.




