Get The App

ઐતિહાસિક કડાકા બાદ રિકવરી, ચાંદીમાં ₹5,200થી વધુનો ઉછળો, સોનું પણ મજબૂત

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
ઐતિહાસિક કડાકા બાદ રિકવરી, ચાંદીમાં ₹5,200થી વધુનો ઉછળો, સોનું પણ મજબૂત 1 - image


Gold and Silver Price :  મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીના બજારમાં ભારે ઉથલપાથલ બાદ આજે શાનદાર રિકવરી જોવા મળી રહી છે. અગાઉના ટ્રેડિંગ સત્રમાં આવેલા મોટા કડાકા બાદ નીચલા સ્તરેથી રોકાણકારોની ખરીદી નીકળતા સોના અને ચાંદી બંનેના ભાવમાં મજબૂત ઉછાળો નોંધાયો છે.

ચાંદીમાં શાનદાર રિકવરી

અગાઉના સત્રમાં મોટા ઘટાડા બાદ ચાંદીના ભાવમાં આજે જોરદાર તેજી જોવા મળી છે.

જૂનો બંધ ભાવ (Prev. Close): અગાઉના ટ્રેડિંગ સત્રમાં ચાંદીનો ભાવ ₹2,35,873 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

નવો ખુલતો ભાવ (Open): આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી ₹2,39,041 પર ખુલી હતી.

દિવસની ઊંચી સપાટી (High): દિવસ દરમિયાન ચાંદીનો ભાવ ₹2,41,195ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

વર્તમાન સ્થિતિ અને ઉછાળો: આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ચાંદીનો ભાવ ₹5,278 (+2.24%) ના શાનદાર ઉછાળા સાથે ₹2,41,151 પર ટ્રેડ કરી રહ્યો હતો.

સોનાના ભાવમાં પણ મજબૂતી

ચાંદીની જેમ સોનાના ભાવમાં પણ નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી છે.

જૂનો બંધ ભાવ (Prev. Close): સોનાના 05 ફેબ્રુઆરી 2026 વાયદાનો ભાવ અગાઉના દિવસે ₹1,35,804 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

નવો ખુલતો ભાવ (Open): આજે સોનું ₹1,36,999 પર ખુલ્યું હતું.

દિવસની ઊંચી સપાટી (High): ટ્રેડિંગ દરમિયાન સોનું ₹1,36,999ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

વર્તમાન સ્થિતિ અને ઉછાળો: આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી સોનાનો ભાવ ₹932 (+0.69%) ના વધારા સાથે ₹1,36,736 પર જોવા મળ્યો હતો.

બજારના નિષ્ણાતોના મતે, અગાઉના સત્રમાં થયેલા ભારે પ્રોફિટ-બુકિંગ બાદ નીચા ભાવે રોકાણકારોની ખરીદી પરત ફરતા આ રિકવરી જોવા મળી છે. જોકે, બજારમાં હજુ પણ ઉથલપાથલનો માહોલ યથાવત રહી શકે છે.