Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં એકઝાટકે ₹8290નો ઉછાળો, સોનું પણ ₹1600 મોંઘું

By GS TEAM
11 Feb 20261 min read
TukuTouch Logo
ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ સાથે જોરદાર તેજી જોવા મળી છે. બજાર શરુ થતાંની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવતા રોકાણકારોમાં ભારે હલચલ મચી ગઈ છે

Summarized by AI; it may make mistakes. Check important info

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં એકઝાટકે ₹8290નો ઉછાળો, સોનું પણ ₹1600 મોંઘું

AI Image 



Silver and Gold Price : ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ સાથે જોરદાર તેજી જોવા મળી છે. બજાર શરુ થતાંની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવતા રોકાણકારોમાં ભારે હલચલ મચી ગઈ છે. 

સોનામાં પણ જબરદસ્ત તેજી

સોનાના ભાવમાં આજે ₹1,633નો જંગી વધારો નોંધાયો છે. અગાઉના ₹1,56,803.00ના બંધ ભાવની સામે આજે બજાર ₹1,58,436.00 પર ખૂલ્યું હતું જે તેનું આજનું હાઇ લેવલ રહ્યું છે. જ્યારે ટ્રેડિંગ દરમિયાન સોનું ₹1,57,808.00ની નીચલી સપાટી સુધી ગયું હતું. હાલમાં 1,58,000ની આસપાસ જ સોનું ટ્રેડ થઈ રહ્યું છે. 

ચાંદીમાં તોતિંગ ઉછાળો

જ્યારે બીજી બાજુ ચાંદીના ભાવમાં સોના કરતાં પણ વધુ તેજી જોવા મળી છે. ચાંદીમાં આજે ₹8,290નો તોતિંગ ઉછાળો આવ્યો છે. ચાંદી અગાઉના ₹2,52,548ના બંધ ભાવની સામે આજે ₹2,57,938.00ના ભાવે ખુલી હતી. જોતજોતામાં ચાંદી વધીને ₹2,60,838.00ની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગઈ હતી.

તેજી પાછળના મુખ્ય પરિબળો

નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા ભૌગોલિક તણાવ અને વૈશ્વિક બજારમાં સોના-ચાંદીની વધતી માંગને કારણે કિંમતોમાં આટલો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, ડૉલરના મૂલ્યમાં ફેરફાર અને ભારતીય ગોલ્ડ ETFમાં વધતાં રોકાણના પ્રવાહે પણ બજારને તેજી તરફ ધકેલ્યું છે. સોના અને ચાંદીમાં આવેલી આ ઐતિહાસિક તેજીને કારણે હવે જ્વેલરી ખરીદનારાઓ માટે ખિસ્સું હળવું કરવું પડશે, જ્યારે રોકાણકારો માટે નફો મેળવવાની સારી તક ઊભી થઈ છે.