Get The App

સોના-ચાંદીમાં ફરી તેજી: મુંબઈ ચાંદી રૂ.બે લાખને વટાવીગઈ

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીમાં ફરી તેજી: મુંબઈ ચાંદી રૂ.બે લાખને વટાવીગઈ 1 - image

- વૈશ્વિક સોનું ઉછળી 4300 ડોલર ઉપર:ચાંદી 66 ડોલર પાર! સોનામાં રૂ.800નો ઉછાળો

- ક્રૂડ ઉછળતાં કિંમતી ધાતુઓમાં બજારનો રંગ ફરી બદલાયો: પ્લેટીનમ 1900 ડોલર તથા પેલેડીયમ 1600 ડોલર ઉપર!

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઝડપથી  ઉછળતા જોવા મળ્યા હતા. મુંબઈ ચાંદીના હાજર ભાવ ખુલતી બજારે આજે કિલોના રૂ.બે લાખની ઉપર જતા રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ફરી તેજી બતાવી રહ્યા હતા. ઘરઆંગણે તેના પગલે ઈમ્પોર્ટ કોસ્ટ પણ ઉંચકાઈ હતી. જો કે મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયો ઉછળતાં તથા ડોલર ગબડવા છતાં ઝવેરી બજારમાં ભાવ તેના પગલે ઘટવાના બદલે ઝડપી વધી જતાં બજારના જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.

 દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૩૦૦૦ વધી રૂ.૧૯૩૦૦૦ બોલાતા નવી ટોચ દેખાઈ હતી.  દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૬૨.૧૭ વાળા ઉછળી ૬૬.૫૨ થઈ ૬૫.૯૫થી ૬૫.૯૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ૪૨૭૧ વાળા ઉછળી ૪૩૪૨ થઈ ૪૩૧૭થી ૪૩૧૮ ડોલર રહ્યા હતા. ફંડો એક્ટીવ હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ઘટતાં અટકી ફરી વધી જતાં તેની ઈમ્પેક્ટ પણ કિંમતી ધાતુઓ પર વિશ્વ બજારમાં દેખાઈ હતી.

દરમિયાન, અમદાવાદ બજારમાં સોનિાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૮૦૦ વધી ૯૯૫ના રૂ.૧૩૬૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૬૫૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ઉંચામાં ૯૯૫ના રૂ.૧૩૧૭૮૭ બંધ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ વધી રૂ.૧૩૨૭૧૩ થઈ રૂ.૧૩૨૩૧૭ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના આરંભમાં રૂ.બે લાખ કુદાવી રૂ.૨૦૦૭૫૦ થયા પછી છેલ્લે બંધ ભાવ રૂ.૧૯૯૬૪૧ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ઔંશદીઠ ઉંચામાં ૧૯૩૫ થઈ ૧૯૧૬થી ૧૯૧૭ ડોલર રહ્યાના નિર્દેશો હતા. પેલેડીયમના ભાવ વધી ઉંચામાં ૧૬૪૯ થઈ ૧૬૩૩થી ૧૬૩૪ ડોલર રહ્યા હતા. દરમિયાન, ક્રૂડતેલના ભાવમાં પણ મંદી અટકી તેજી દેખાઈ હતી.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ફરી ૬૦ ડોલર પાર કરી ઉંચામાં ભાવ ૬૦.૪૦ થઈ ૬૦.૧૭ ડોલર રહ્યા હતા.

 યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૫૬.૭૪ થઈ ૫૬.૫૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૯૭ ટકા પ્લસમાં રહ્યા હતા. ચાંદીના ભાવ ૧થી ૨ લાખ સુધી પહોંચવામાં માત્ર નવ મહિના લાગ્યા છે જ્યારે આ પૂર્વે રૂ.૫૦ હજારથી એક લાખ રૂપિયા સુધીના ભાવની મઝલ કાપવા ચાંદી બજારને ૧૪ વર્ષ રાહ જોવી પડી હતી.  ચાંદીમાં તાજેતરમાં ઔદ્યોગિક માગ વધી હતી.  ક્રૂડમાં વેનેઝુએલાની સપ્લાય ઘટયાના નિર્દેશો હતા.

સોનું..૧,૩૬૨૦૦

ચાંદી..૧,૯૯૦૦૦

Tags :