Get The App

સોના-ચાંદીનાં ભાવમાં આરંભિક તેજી પછી ઉછાળા ઉભરા જેવા નિવડયા

- વૈશ્વિક સોનાના ભાવ ઉછળી ફરી ૫૦૦૦ ડોલર કુદાવી ગયા : ચાંદી ૮૨ ડોલર ઉપર

- વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું એક્ટીવ બાઈંગ: રશિયામાં ક્રૂડ ઉત્પાદન ઘટયું

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીનાં ભાવમાં આરંભિક તેજી પછી ઉછાળા ઉભરા જેવા નિવડયા 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવ આરંભમાં તેજીમાં રહ્યા પછી ભાવ ફરી નીચા ઉતરતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૯૬૪થી ૪૯૬૫ ડોલર વાળા ઉછળી ૫૦૦૦ની સપાટી ફરી કુદાવી ઉંચામાં ભાવ ૫૦૪૭ થઈ ૫૦૧૫થી ૫૦૧૬ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યું હતું. 

ચીનની પણ સોનામાં એક્ટીવ ખરીદી દેખાઈ હતી. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૪૦૦૦ વાળા રૂ.૧૫૪૯૭૦ ખુલી રૂ.૧૫૪૨૫૬ બંધ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૪૫૫૦ વાળા રૂ.૧૫૫૫૯૩ ખુલી રૂ.૧૫૪૮૭૬ બંધ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૨૫૫૦૦૦ વાળા રૂ.૨૬૧૭૫૫ ખુલી રૂ.૨૫૩૬૬૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૭.૮૪ વાળા ઉંચામાં ભાવ ૮૨.૪૬ થઈ ૮૦.૪૮થી ૮૦.૪૯ ડોલર રહ્યા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૨૬૦૦૦૦ તથા સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૯૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૦૦૦૦ રહ્યા હતા. મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૬૮૫૨ ખુલી રૂ.૬૫૩૩૬ બંધ રહ્યા હતા.  વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૧૦૩ વાળા ૨૧૫૪ થયા પછી નીચામાં ભાવ ૨૦૪૦ થઈ ૨૦૭૧થી ૨૦૭૨ ડોલર રહ્યા હતા.પેલેડીયમના ભાીવ ૧૭૦૫ વાળા ઉંચામાં ૧૭૫૮ તથા નીચામાં ભાવ ૧૬૭૨ થઈ ૧૬૮૪ થી ૧૬૮૬ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમા કોપરના ભાવ આજેૈ ૦.૩૫ ટકા પ્લસમાં રહ્યા હતા.  વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટયા પછી ફરી ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૮.૦૫ વાળા નીચામાં ભાવ ૬૭.૦૨ તથા ઉંચામાં ભાવ ૬૮.૩૯ થઈ ૬૮.૩૮ ડોલર રહ્યા હતા.  યુએસ ક્રૂડના વૈશ્વિક ભાવ ૬૩.૫૫ વાળા નીચામાં ૬૨.૬૨ તથા ઉંચામાં ભાવ ૬૩.૮૯ થઈ ૬૩.૮૨ ડોલર રહ્યા હતા. રશિયામાં ક્રૂડતેલનું ઉત્પાદન જાન્યુઆરીમાં ઘટી દૈનિક ૯૨.૮૦ લાખ બેરલ્સ નોંધાયાના નિર્દેશો હતા.

અમેરિકાએ રશિયાના ઓઈલ પર પ્રતિબંધ મૂકવા વિવિધ દેશો પર દબાણ વધારતા રશિયામાં ઉત્પાદન પર અસર દેખાઈ હતી. ભારતના ઓઈલ રિફાઈનિંગ ક્ષેત્રે વેનેઝુએલા ખાતેથી ક્રૂડ ઓઈલની ઈમ્પોર્ટ માટે આશરે  ૨૦ લાખ બેરલ્સના ઈમ્પોર્ટ સોદા કર્યા છે તથા વેનેઝુએલાનું આ આઈલ ભારતમાં એપ્રિલ મહિનામાં આવવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.