Business

સોના- ચાંદીમાં આંચકા પચાવી ભાવ ફરી ઉછળ્યા: વૈશ્વિક સોનું 4100 ડોલર પાર

By GS Team
26 Oct 20252 mins read
This article was originally published on 26 Oct 2025
સોના- ચાંદીમાં આંચકા પચાવી ભાવ ફરી ઉછળ્યા: વૈશ્વિક સોનું 4100 ડોલર પાર

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉછળથા જોવા મળ્યા હતા. વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ફરી તેજી બતાવી રહ્યા હતા. વિશ્વબજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં ફરી વૃધ્ધિ થઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. 

વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૦૬૦ ડોલરવાળા વધી સપ્તાહના અંતે ૪૧૧૪ ડોલર રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામદીઠ ૯૯૫ના રૂ.૧૨૧૦૩૧ વાળા રૂ.૧૨૧૯૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૧૫૧૮ વાળા રૂ.૧૨૨૪૦૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૧૪૭૦૩૩ વાળા રૂ.૧૫૦૦૦૦ બોલાઈ રહ્યા હતા.  વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૪૮.૦૧થી ૪૮.૦૨ વાળા વધી ૪૮.૬૨થી ૪૮.૬૩ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૯૯.૦૩ વાળો ઉંચામાં ૯૯.૧૦ થયા પછી નીચામાં ૯૮.૭૩ થઈ છેલ્લે ૯૮.૯૪ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૭.૮૬થી ૮૭.૮૭ આસપાસ રહ્યા હતા.

વિશ્વબજારમાં પ્લેટીનમ૧૬૧૦ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૪૨૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા.અમેરિકા તથા કેનેડા વચ્ચે વેપાર વિષયક વાટાઘાટોમાં મડાગાંઠ ઊભી થતાં વિશ્વબજારમાં અમેરિકન ડોલર સામે કેનેડીયન ડોલરના ભાવ ૦.૨૮ ટકા ઘટયાના સમાચાર હતા.

દરમિયાન વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં પીછેહટના સમાચાર મળ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૬.૪૩ વાળા નીચામાં ભાવ ૬૫.૪૧ થઈ છેલ્લે ભાવ ૬૫.૯૪ ડોલર રહ્યા હતા. અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર વિષયક તણાવ વધતાં વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પર નેગેટીવ ઈમ્પેક્ટ દેખાઈ હતી.