Get The App

ચાંદીના ભાવમાં ભયંકર કડાકો! એક જ દિવસમાં રૂ. 19 હજાર તૂટી! જાણો આજનો લેટેસ્ટ ભાવ

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
ચાંદીના ભાવમાં ભયંકર કડાકો! એક જ દિવસમાં રૂ. 19 હજાર તૂટી! જાણો આજનો લેટેસ્ટ ભાવ 1 - image

Gold Silver Prices Fall: સોના-ચાંદીના ભાવમાં આજે 15 મેના રોજ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિએશન (IBJA) મુજબ, એક કિલો ચાંદી 19,693 રૂપિયા ઘટીને 2.68 લાખ રૂપિયા પર આવી ગઈ છે, જે ગુરુવારે 2.87 લાખ રૂપિયા પર હતી.

સોનું એક મહિનામાં 3,000 રૂપિયા ઘટ્યું

બીજી તરફ 10 ગ્રામ 24 કેરેટ સોનું 3,000 રૂપિયા ઘટીને 1.58 લાખ રૂપિયા પર આવી ગયું છે. આ અગાઉ ગત મહિનાની 16 એપ્રિલે તે 1.61 લાખ પર હતું. સોનું ઓલ ટાઇમ હાઇથી 106 દિવસમાં 17,962 અને ચાંદી 1,18,433 સસ્તી થઈ છે. 29 જાન્યુઆરીએ સોનું 1.76 લાખ/10 ગ્રામ અને ચાંદી 3.86 લાખ/કિલો હતી. મહત્ત્વનું છે કે રવિવારે કર્ણાટક અને તેલંગાણાની સભા તેમજ સોમવારે ગુજરાતની સભામાં વડાપ્રધાન મોદીએ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અપીલ કરી હતી.

સોનું ઓલ ટાઇમ હાઇથી 18 હજાર રૂપિયા સસ્તું થયું

આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

શરૂઆતનું સ્તર (31 ડિસેમ્બર 2025): 1.33 લાખ રૂપિયા

ઓલ ટાઇમ હાઇ (29 જાન્યુઆરી 2026): 1.76 લાખ રૂપિયા

વર્તમાન સ્થિતિ: ઉચ્ચતમ સ્તરથી સોનું 18 હજાર રૂપિયા સસ્તું થઈને હવે 1.58 લાખ/10 ગ્રામ પર આવી ગયું છે.

ચાંદીમાં ક્રેશ: 3.86 લાખથી 2.68 લાખ રૂપિયા સુધી

ચાંદીમાં સોનાની સરખામણીએ વધુ ઉતાર-ચઢાવ રહ્યો અને તે ઓલ ટાઇમ હાઇથી ઝડપથી નીચે આવી છે.

શરૂઆતનું સ્તર (31 ડિસેમ્બર 2025): 2.30 લાખ રૂપિયા

ઓલ ટાઇમ હાઇ (29 જાન્યુઆરી 2026): 3.86 લાખ રૂપિયા

ઘટાડાનો આંકડો: છેલ્લા 106 દિવસમાં ચાંદી 1.18 લાખ ઘટીને 2.68 લાખ રૂપિયા પ્રતિ કિલો પર આવી.

PMએ એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અપીલ કરી

વડાપ્રધાને કહ્યું કે, 'એક સમય હતો, જ્યારે સંકટ આવવા પર દેશહિતમાં લોકો સોનું દાન કરી દેતા હતા. આજે દાનની જરૂર નથી, પરંતુ દેશહિતમાં આપણે એ નક્કી કરવું પડશે કે વર્ષભર સુધી ઘરમાં કોઈ કાર્યક્રમ હોય, આપણે સોનાના દાગીના નહીં ખરીદીએ. વિદેશી હૂંડિયામણ બચાવવા માટે આપણી દેશભક્તિ આપણને પડકાર આપી રહી છે અને આપણે આ સ્વીકારીને વિદેશી હૂંડિયામણ બચાવવું પડશે.'

આ પણ વાંચો: રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો

અપીલનું કારણ શું?

PM મોદીએ ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારને બચાવવા માટે આ અપીલ કરી. ભારત તેના વપરાશનું લગભગ 99 ટકા સોનું વિદેશથી ખરીદે છે. 2025-26માં સોનાનું આ ઇમ્પોર્ટ બિલ લગભગ 6.4 લાખ કરોડ રૂપિયાનું હતું. વિદેશથી ખરીદવામાં આવતી વસ્તુઓના કુલ ખર્ચમાં 9 ટકા હિસ્સા સાથે સોનું બીજા ક્રમે છે.