ધનતેરસે સોના-ચાંદી ઘટતાં તહેવારની માંગ અપેક્ષાથી વધુ જોવા મળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ફિઝિકલ ગોલ્ડના બદલે જો જનતા ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિશિપ્ટ ખરીદે તો દેશમાં સોનાની ઈમ્પોર્ટ ૫થી ૬ અબજ ડોલર ઘટે એવી શક્યતા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ધનતેરસના દિવસે સોના-ચાંદીના ભાવ વધતા અટકી વિશ્વ બજાર પાછળ તથા કરન્સી બજાર પાછળ ઘટાડા પર રહેતાં બજારમાં તહેવારની મોસમી માગ અપેક્ષાથી સારી રહી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડો ફરી વેંચવા નિકળ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઘટી ઔંસના ૪૧૦૦ ડોલરની અંદર ઉતરી ગયા હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ તૂટયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના આજે રૂ.૨૦૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૧૨૮ વાળા ઘટી ૪૦૩૫ થઈ ૪૦૬૮થી ૪૦૬૯ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ આજે ઔંસના૫૨.૭૫થી ઘટી ૫૧.૧૯ થઈ ૫૨.૧૧થી ૫૨.૧૨ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ નીચા મથાળેથી ફરી ઉંચકાયા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ રૂ.૨૭૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૪૦૮૮૬ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૧૪૫૨ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૪૫૦૦ ગબડી રૂ.૧૮૨૮૬૮ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૯૬.૭૪ વાળા ઉંચામાં ભાવ ૧૦૦.૮૩ થઈ ૯૮.૫૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૨.૫૩ થઈ ૯૦.૯૨ ડોલર રહ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ તૂટી જતાં તેની અસર પણ સોનાના ભાવ પર દેખાઈ હતી. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૧૦૦ ઘટી રૂ.૫૫૭૦૭ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૫૩૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૨૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૭ ટકા નરમ રહ્યા હતા. દરમિયાન, નેશનલ સ્ટોક એક્સચેન્જના તહેવારોમાં જો જનતા ઈલેક્ટ્રોનિક ગોલ્ડ વિશિષ્ટ ખરીદી તથા ફિઝીકલ સોનાની ખરીદી ઘટાડી તેના બદલે આવી ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિશિષ્ટ ખરીદે તો દેશમાં સોનાની ઈમ્પોર્ટ ૫થી ૬ અબજ ડોલર ઘટાડી શકાય તેમ છે.




