Business

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં એકઝાટકે ₹11,000 તો સોનામાં ₹1,700થી વધુનો ધરખમ ઘટાડો

By GS Team
15 May 20261 min read
TukuTouch Logo
ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આજે ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે. રોકાણકારોમાં ભારે નફાખોરી અને વૈશ્વિક બજારની અસરોને કારણે કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં એકઝાટકે ₹11,000 તો સોનામાં ₹1,700થી વધુનો ધરખમ ઘટાડો

Gold and Silver Prices Crash : ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આજે ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે. રોકાણકારોમાં ભારે નફાખોરી અને વૈશ્વિક બજારની અસરોને કારણે કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે.

સોના અને ચાંદીના ભાવમાં થયેલો ઘટાડો નીચે મુજબ છે

ચાંદી (Silver) - MCX (03-Jul-26):

જૂનો બંધ ભાવ (Prev. Close): ₹2,91,102 પ્રતિ કિલો

આજનો ઓપન ભાવ (Open): ₹2,80,000 પ્રતિ કિલો

આજનો નીચો ભાવ (Low): ₹2,79,458 પ્રતિ કિલો

વર્તમાન ભાવ : ₹2,81,666

કુલ ઘટાડો: અગાઉના બંધ ભાવથી અંદાજે ₹9,436(-3.24%)નો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે ઉચ્ચ સ્તરથી આ કડાકો ₹11,644 સુધી પહોંચ્યો છે.

સોનું (Gold) - MCX (05-Jun-26)

જૂનો બંધ ભાવ (Prev. Close): ₹1,61,978 પ્રતિ 10 ગ્રામ

આજનો ઓપન ભાવ (Open): ₹1,60,790 પ્રતિ 10 ગ્રામ

આજનો નીચો ભાવ (Low): ₹1,60,261 પ્રતિ 10 ગ્રામ

વર્તમાન ભાવ : ₹1,60,336

કુલ ઘટાડો: અગાઉના બંધ ભાવથી અંદાજે ₹1,642(-1.01%)નો ઘટાડો નોંધાયો છે, જે દિવસ દરમિયાનના ઉચ્ચ સ્તરથી જોતા ₹1,717 સુધીનો કડાકો દર્શાવે છે.

કડાકાનું કારણ શું? 

સોના-ચાંદીના ભાવમાં આ ભીષણ ઘટાડા પાછળ મુખ્યત્વે રોકાણકારો દ્વારા કરવામાં આવેલી પ્રોફિટ બુકિંગ (નફાખોરી) જવાબદાર છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે અમેરિકા અને ચીન વચ્ચેની વાતચીત તથા પર્શિયન ગલ્ફમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. ડૉલરની મજબૂતી અને ભારતીય બજારમાં આયાત જકાતમાં ફેરફારની અસરો પણ આ કિંમતો પર જોવા મળી રહી છે.