Business

સોના-ચાંદીની કિંમતોએ તોડ્યા રેકોર્ડ, 5 મહિનાની ટોચે પહોંચ્યા ભાવ; હવે આજે રાતે થઈ શકે છે મોટી હલચલ

By GS Team
24 Aug 20263 mins read
TukuTouch Logo
આજે અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવા મળી છે. 24 ઓગસ્ટે સોમવારે 99.9% શુદ્ધ સોનું ₹900 ઉછળીને ₹1,64,400 પ્રતિ 10 ગ્રામ થયું, જે 5 મહિનાની ઊંચી સપાટી છે. ચાંદી પણ ₹3,500 મોંઘી થઈ ₹2,53,500 પ્રતિ કિલો પહોંચી, જે 4 મહિનાની ટોચ છે. અમેરિકા-ઈરાન તણાવ અને નબળા ડૉલરને કારણે આ ઉછાળો આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદીની કિંમતોએ તોડ્યા રેકોર્ડ, 5 મહિનાની ટોચે પહોંચ્યા ભાવ; હવે આજે રાતે થઈ શકે છે મોટી હલચલ

Today Gold-Silver Price : જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે યોગ્ય સાબિત થઈ શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ તેમજ વૈશ્વિક બજારના મજબૂત ટેકાને કારણે સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવા મળી છે. સોમવારે, 24 ઓગસ્ટે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં સોનું 5 મહિનાના સૌથી ઊંચા સ્તરે પહોંચીને રૂ.1.64 લાખ પ્રતિ 10 ગ્રામને પાર ગયું છે, જ્યારે ચાંદીના ભાવ પણ 4 મહિનાની ટોચે પહોંચી ગયા છે.

આજના ભાવમાં કેટલો મોટો ઉછાળો આવ્યો?

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના તાજા આંકડા મુજબ, 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું રૂ.900ના જોરદાર ઉછાળા સાથે તમામ ટેક્સ સહિત રૂ.1,64,400 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. શુક્રવારે તેનો ભાવ રૂ.1,63,500 હતો. સોનાએ 9 માર્ચ પછી પહેલીવાર રૂ.1,64,400નું સ્તર સ્પર્શ્યું છે. 9 માર્ચે તેનો ભાવ રૂ.1,64,300 પ્રતિ 10 ગ્રામ હતો.

બીજી તરફ, ચાંદીમાં પણ સતત ત્રીજા દિવસે મોટી તેજી નોંધાઈ છે અને તે રૂ.3,500 મોંઘી થઈને રૂ.2,53,500 પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. 17 એપ્રિલ પછી પહેલીવાર ચાંદી આ સ્તરે પહોંચી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેજી

વૈશ્વિક બજારમાં સોનું 1.14 ટકા એટલે કે 53 ડૉલરના ઉછાળા સાથે 4,733.90 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. આ મે મહિના પછીનું સૌથી ઊંચું સ્તર છે. વીતેલા સપ્તાહમાં સોનામાં 5% અને ચાંદીમાં 7%ની તેજી આવી ચૂકી છે. હાલમાં ચાંદી લગભગ 69 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

ભાવમાં અચાનક આટલો મોટો ઉછાળો કેમ આવ્યો?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સ્થાનિક બજારમાં આ તેજી પાછળ અમેરિકા-ઈરાન વચ્ચેનો તણાવ, નબળો પડતો ડૉલર અને સુરક્ષિત રોકાણ તરીકે સોનાની વધતી માંગ જવાબદાર છે. આ તેજી માત્ર ભૌગોલિક-રાજકીય તણાવનું પરિણામ નથી, પરંતુ અમેરિકાના આર્થિક ફેરફારોની પણ અસર છે. અમેરિકાનું દેવું $40 ટ્રિલિયનને પાર ગયા બાદ અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી બેસેન્ટે લાંબા ગાળાના દેવાના બાયબેક અને ઉધાર ખર્ચ ઘટાડવા માટે નવી યોજના રજૂ કરી છે. તેના કારણે બોન્ડ યીલ્ડમાં ઝડપથી ઘટાડો થયો છે અને ડૉલર 2 મહિનાના નીચલા સ્તર 98.5 પર આવી ગયો છે. આ સ્થિતિએ સોના-ચાંદીને મજબૂત ટેકો આપ્યો છે.

હવે સોના-ચાંદીમાં આગળ શું થશે?

નિષ્ણાતોનું માનવું છે કે હવે સોનાની આગામી ચાલ માત્ર ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ નહીં પરંતુ મોંઘવારીના આંકડાઓ પર પણ નિર્ભર રહેશે. આ અઠવાડિયે આવનારા અમેરિકાના Core PCE ડેટા અને Jackson Holeમાં Kevin Warshના ભાષણ પર બજારની નજર રહેશે. આ ઉપરાંત, આજે રાત્રે થનારી ઈરાન પરના પ્રતિબંધો અંગેની બ્રીફિંગ સૌથી મોટો ટ્રિગર બની શકે છે.

જો ઈરાન પર કડક પ્રતિબંધો લાદવામાં આવે છે તો ક્રૂડ ઓઈલ મોંઘું થઈ શકે છે, જેના કારણે અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવા માટે દબાણમાં આવી શકે છે. આવી સ્થિતિમાં સોનાની તેજી ધીમી પડી શકે છે. જોકે, જો પ્રતિબંધો હળવા રહે અને મોંઘવારીના આંકડા નરમ આવે તો ચાલુ સપ્તાહે સોના-ચાંદીમાં વધુ મોટી તેજી જોવા મળી શકે છે.