Get The App

આજે ફરી ઘટ્યા સોનાના ભાવ, ચાંદીની ચમક પણ ફિક્કી પડી; જાણૉ લેટેસ્ટ રેટ

Updated: Oct 24th, 2025

GS TEAM

Google News
Google News
આજે ફરી ઘટ્યા સોનાના ભાવ, ચાંદીની ચમક પણ ફિક્કી પડી; જાણૉ લેટેસ્ટ રેટ 1 - image

Gold and Silver Prices Today : દિવાળીના તહેવારોના દિવસોમાં રેકોર્ડ ઊંચાઈને સ્પર્શ્યા બાદ હવે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. તહેવારોની સિઝન પૂરી થતાં જ વૈશ્વિક બજારમાં ડોલર મજબૂત થવા અને રોકાણકારો દ્વારા નફા વસૂલી શરૂ થવાથી કીમતી ધાતુઓના ભાવ ગગડ્યા છે.

સોના-ચાંદીના ભાગ ગગડ્યા

24 ઓક્ટોબરે MCX પર સોના અને ચાંદી બંનેના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર ડિલિવરી માટેનું સોનું લગભગ 1.5 ટકા એટલે કે રૂપિયા 1862ના ઘટાડા સાથે રૂપિયા 1.22 લાખ પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદીની કિંમતમાં 1.86 ટકા એટલે કે રૂપિયા 2767નો ઘટાડો નોંધાયો હતો અને તે રૂપિયા 1.45 લાખ પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી હતી. વૈશ્વિક સ્તરે પણ સોનાની કિંમતમાં 0.2 ટકાનો અને ચાંદીની કિંતમાં 0.6 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો : પુતિનથી નારાજ ટ્રમ્પના ફરમાનથી પેટ્રોલ-ડિઝલની કિંમતો પર થશે અસર? જાણો ભારત પાસે હવે શું છે વિકલ્પ

દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામના આજના ભાવ

  • દિલ્હી - રૂપિયા 1,24,090
  • મુંબઈ - રૂપિયા 1,24,310
  • કોલકાતા - રૂપિયા 1,24,140
  • બેંગલુરુ - રૂપિયા 1,24,410
  • ચેન્નઈ - રૂપિયા 1,24,670

આ પણ વાંચો : ‘સંયુક્ત રાષ્ટ્રનો એક સભ્ય આતંકી સંગઠનનો હિતેચ્છુ’ UNના કાર્યક્રમમાં જયશંકરના પાકિસ્તાન પર પ્રહાર