Get The App

સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ પીછેહટ : પ્લેટીનમ તથા પેલેડીયમમાં પણ ઘટાડો

- ક્રૂડતેલના વૈશ્વિક ભાવમાં ઘટાડો : ડોલર ઉચકાયો

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ પીછેહટ : પ્લેટીનમ તથા પેલેડીયમમાં પણ ઘટાડો 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં સુસ્તાઈ દેખાઈ હતી. વિશ્વબજારના સમાચાર ભાવમાં પીછેહટ બતાવી રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૨૩૯૦૦ તથા ૯૯૯ના રૂ.૧૨૪૨૦૦ રહ્યા હતા. 

અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫૦૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૦૦૩ વાળા છેલ્લે સપ્તાહના અંતે ૪૦૦૧થી ૪૦૦૨ ડોલર રહ્યા હતા જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૪૮.૭૪થી ૪૮.૭૫ વાળા ઘટી છેલ્લે ૪૮.૩૨થી ૪૮.૩૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા. 

વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ૧૫૪૭ ડોલર બોલાઈ રહ્યા હતા જ્યારે વૈશ્વિક પેલેડીયમના ભાવ ૧૩૮૩ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં પણ પીછેહટ જોવા મળી હતી.

દરમિયાન, વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચામાં ૯૯.૮૭ તથા નીચામાં ૯૯.૪૦ થઈ ૯૯.૫૬ રહ્યાના નિર્દેશો હતા. આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૮.૬૬ વાળા વધી રૂ.૮૮.૭૩ બોલાઈ રહ્યા હતા. 

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૧૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૨૦૨૦૦ બોલાતા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૪૮૨૭૫ વાળા રૂ.૧૪૭૬૦૦ રહ્યા હતા. 

 વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. રશિયાના ક્રૂડમાં ડિસ્કાઉન્ટ વધ્યાના વાવડ હતા. વૈશ્વિક બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૩.૯૫ વાળા નીચામાં ૬૩.૨૩ થઈ છેલ્લે ભાવ ૬૩.૬૩ ડોલર રહ્યા હતા. 

યુએસ ક્રૂડના ભાવ ૬૦.૦૨ વાળા નીચામાં ૫૯.૩૨ થઈ છેલ્લે ભાવ ૫૯.૭૫ ડોલર રહ્યા હતા. અમેરિકામાં સરકારના શટડાઉનની મડાગાંઠ ઉકેલવા થઈ રહેલા પ્રયાસો પર બજારની નજર રહી હતી.

Tags :