Get The App

સોના- ચાંદીમાં ઘટાડો: મેમાં ક્રૂડ 20 ટકા તૂટતાં મંથલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો

- ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૯૯ની અંદર ઉતર્યો

- બંધ બજારે રૂપિયા સામે ડોલરમાં વધુ પીછેહટ

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
સોના- ચાંદીમાં ઘટાડો: મેમાં  ક્રૂડ 20 ટકા તૂટતાં મંથલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે જોકે સોના- ચાંદીના ભાવ વધ્યા મથાળેથી ઘટયા હતા. નવી માગ ધીમી હતી. વિશ્વબજારના સમાચાર જોકે કિંમતી ધાતુઓમાં મિશ્ર હવામાન દર્શાવતા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટતાં મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટાડા પર રહ્યા હતા.

 દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૬૦૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૦૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૧૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૫૨૭થી ૪૫૨૮ ડોલવાળા વધી છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૪૫૪૦થી ૪૫૪૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૭૫.૫૨થી ૭૫.૫૩ વાળા જોકે ઘટી છેલ્લે ભાવ ૭૫.૨૯થી ૭૫.૩૦ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ઘટી રૂ.૧૫૫૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૬૩૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ઘટી જીએસટી વગર રૂ.૨૬૩૦૦૦ રહ્યા હતા. બંધ બજારે આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૫.૦૩ વાળા ઘટી રૂ.૯૪.૯૨થી ૯૪.૯૩ બોલાઈ રહ્યા હતા. વિશવ્બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૯.૧૪ રહ્યા પછી નીચામાં આ ઈન્ડેક્સ ૯૮.૭૫ થઈ ૯૮.૯૪ આસપાસ છેલ્લે રહ્યાના નિર્દેશો મળ્યા હતા.

વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૨ ડોલરવાળા નીચામાં ભાવ ૮૯.૯૩ થઈ છેલ્લે ભાવ ૯૧.૧૨ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રુડના ભાવ ૮૭.૪૧ વાળા ૮૬.૩૫ થઈ ૮૭.૩૬ ડોલર રહ્યા હતા.ક્રૂડતેલના ભાવમાં મે મહિનામાં જોવા મળેલો ભાવ ઘટાડો છેલ્લા છ વર્ષનો સૌથી મોટો ભાવ ઘટાડો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. મે મહિનામાં ભાવ આશરે ૨૦ ટકા ઘટયા છે. આવો મંથલી ભાવ ઘટાડો છેલ્લે ૨૦૨૦માં જોવા મળ્યો હતો. 

દરમિયાન, વિશ્વબજારમાં કોપરના ભાવ છેલ્લો ૦.૫૮ ટકા માઈનસમાં રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૧૯૨૩થી ૧૯૨૪ ડોલરવાળા છેલ્લે ભાવ ૧૯૨૦થી ૧૯૩૦ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૩૮૧થી ૧૩૮૨ વાળા છેલ્લે ભાવ ૧૩૬૦થી ૧૩૬૧ ડોલર રહ્યા હતા.