Get The App

2025ના અંત પૂર્વે ફાર્મા,આઈટી શેરોમાં ગાબડાં : સેન્સેક્સ 346 પોઈન્ટ તૂટીને 84695

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
2025ના અંત પૂર્વે ફાર્મા,આઈટી શેરોમાં  ગાબડાં : સેન્સેક્સ 346 પોઈન્ટ તૂટીને 84695 1 - image

- યુક્રેન-રશીયા યુદ્વનો અંત નજીક હોવાના અહેવાલ છતાં વૈશ્વિક વિશ્વાસની કટોકટી વચ્ચે...

- નિફટી સ્પોટ 100 પોઈન્ટ ગબડીને 25942 : FPIs/FIIની કેશમાં રૂ.2760 કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી

મુંબઈ : કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંત પૂર્વે આજે વૈશ્વિક બજારોમાં હોલી-ડે મૂડ વચ્ચે ભારતીય શેર બજારોમાં પણ ફંડો, ખેલંદાઓએ શેરોમાં ઓલ રાઉન્ડ ઓફલોડિંગ કર્યું હતું. યુક્રેન અને રશીયા વચ્ચે યુદ્વનો અંત નજીક હોવાના ઝેલેન્સ્કી સાથે ટ્રમ્પની મુલાકાતના સંકેત અને ઈઝરાયેલના પ્રમુખ નેત્યાનયાહુ સાથે ટ્રમ્પની યોજાનારી મુલાકાત છતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાઈ હતી. વૈશ્વિક મહામંદીના ભય અને આવનારૂ વર્ષ ૨૦૨૬ પણ પડકારરૂપ બની રહેવાની શકયતાએ વિશ્વાસની કટોકટીએ ફંડોએ પોર્ટફોલિયો વેલ્યુએશન ધોવાઈ રહ્યા સાથે મૂડી સુરક્ષિત કરવાનો વિકલ્પ અપનાવી આજે ઘણા શેરોમાં મળતાં નફાને ઘરભેગો કરવાનું પસંદ કર્યું હતું. અમેરિકી ડોલર સામે રૂપિયાની નબળી સ્થિતિ, રોકાણકારો સોના-ચાંદીમાં રોકાણ તરફ વળ્યા હોઈ ઈક્વિટીમાં વિશ્વવ્યાપી નવા રોકાણમાં વિશ્વાસની કટોકટીએ શેરોમાં વેચવાલી વધી હતી. વર્ષાંતે આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, ઓટોમોબાઈલ, ફાર્મા-હેલ્થકેર, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૩૪૫.૯૧ પોઈન્ટ તૂટીને ૮૪૬૯૫.૫૪ અને નિફટી ૫૦ સ્પોટ ૧૦૦.૨૦ પોઈન્ટ તૂટીને ૨૫૯૪૨.૧૦ બંધ રહ્યા હતા.

આઈટી ઈન્ડેક્સ ૩૦૦ પોઈન્ટ તૂટયો : આઈકેએસ, એએસએમ, જેનેસીસ, ઓરિઓનપ્રો, સોનાટા ગબડયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે મોટી વેચવાલી થઈ હતી. આઈકેએસ રૂ.૬૫ તૂટીને રૂ.૧૬૬૦.૭૦, એએસએમ ટેક રૂ.૧૧૩.૮૦ તૂટીને રૂ.૩૩૨૨.૬૫, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૧૩.૬૦ ઘટીને રૂ.૪૨૫.૮૦, ઓરિઓનપ્રો રૂ.૩૨.૮૦ ઘટીને રૂ.૧૦૬૭.૯૫, ડિ-લિંક ઈન્ડિયા રૂ.૧૨.૮૦ ઘટીને રૂ.૪૨૨.૩૦, સોનાટા સોફ્ટવેર રૂ.૧૦ ઘટીને રૂ.૩૫૬.૯૦, ડાટામેટિક્સ રૂ.૨૨.૨૫ ઘટીને રૂ.૮૦૩.૧૦, બિરલા સોફ્ટ રૂ.૧૨ ઘટીને રૂ.૪૩૬.૪૫, માઈન્ડટેક રૂ.૫.૪૦ ઘટીને રૂ.૧૯૭.૯૫, ક્વિક હિલ રૂ.૬.૨૫ ઘટીને રૂ.૨૬૮.૩૫, નેલ્કો રૂ.૧૩.૨૫ ઘટીને રૂ.૭૩૦.૭૫, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.૨૧.૪૫ ઘટીને રૂ.૯૭૧.૬૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૯૯.૯૪ પોઈન્ટ તૂટીને ૩૭૧૨૦.૪૫ બંધ રહ્યો હતો. 

કેપિટલ ગુડઝ શેરોમાં કિર્લોસ્કર એન્જિન રૂ.૪૩, પ્રીમિયર એનજીૅ રૂ.૨૦, વારી એનજીૅ રૂ.૬૩ તૂટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોએ વર્ષાંતે પ્રોફિટ બુકિંગ કરી હળવા થવાનું પસંદ કર્યું હતું. કિર્લોસ્કર એન્જિન રૂ.૪૨.૭૦ તૂટીને રૂ.૧૨૨૫.૬૫, પ્રીમિયર એનજીૅ રૂ.૨૦.૪૦ તૂટીને રૂ.૮૫૭.૩૦, વારી એનજીૅ રૂ.૬૨.૭૫ ઘટીને રૂ.૨૯૮૩.૬૦, સિમેન્સ રૂ.૪૭.૮૫ ઘટીને રૂ.૩૦૫૪.૯૦, આઈનોક્સ વિન્ડ રૂ.૧.૮૫ ઘટીને રૂ.૧૨૪.૬૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૫૪.૬૫ ઘટીને રૂ.૩૮૨૭.૯૦, એસ્ટ્રલ રૂ.૧૭.૬૦ ઘટીને રૂ.૧૩૭૧.૨૫, પોલીકેબ રૂ.૭૧ ઘટીને રૂ.૭૪૯૩.૬૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૭૬.૧૭ પોઈન્ટ ઘટીને ૬૬૬૬૫.૩૯ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં સતત વેચવાલી : નેક્ટરલાઈફ, સિગાચી, વિન્ડલાસ, કોપરાન, હાઈકલમાં ઓફલોડિંગ

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની સતત વેચવાલી રહી હતી. નેક્ટરલાઈફ રૂ.૧ તૂટીને રૂ.૧૯.૧૪, સિગાચી રૂ.૧.૬૬ તૂટીને રૂ.૩૨.૩૦, વિન્ડલાસ રૂ.૨૬.૮૦ તૂટીને રૂ.૭૭૨.૧૫, કોપરાન રૂ.૪.૮૦ ઘટીને રૂ.૧૪૩.૪૫, હાઈકલ રૂ.૬.૯૦ ઘટીને રૂ.૨૨૭, થાયરોકેર રૂ.૧૧.૩૫ ઘટીને રૂ.૪૪૮.૮૦, પેનેશિયા બાયો રૂ.૯.૬૦ ઘટીને રૂ.૩૯૭.૪૫, જયુબિલન્ટ ફાર્મા રૂ.૨૪.૯૦ ઘટીને રૂ.૧૦૪૯.૪૦, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૧૨.૭૫ ઘટીને રૂ.૪૪૫.૪૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૬૮.૯૨ પોઈન્ટ ઘટીને ૪૩૬૦૧.૮૪ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ઓફલોડિંગ : ડિક્સન રૂ.૪૬૮ તૂટી રૂ.૧૧,૮૫૯ : અંબર રૂ.૧૫૮ ઘટયો

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે વેચવાલી રહી હતી. ડિક્સન ટેકનોલોજી રૂ.૪૬૮.૨૫ તૂટીને રૂ.૧૧,૮૫૯.૦૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૫૭.૯૫ તૂટીને રૂ.૬૪૮૯.૪૫, બ્લુસ્ટાર રૂ.૩૩.૩૦ ઘટીને રૂ.૧૭૩૦.૮૦ રહ્યા હતા.

ખરાબ બજારે મિશ્ર ધાતુ, એમએમટીસી, જય બાલાજી, એચઈજી, નઝારા, કોફી ડે, એફડીસીમાં આકર્ષણ

ખરાબ બજારે આજે એ ગુ્રપના પસંદગીના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ-મિધાની રૂ.૩૨.૧૦ વધીને રૂ.૩૫૦.૬૦, સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીના આકર્ષણે એમએમટીસી રૂ.૬.૪૫ વધીને રૂ.૭૦.૬૬, જય બાલાજી રૂ.૫.૨૦ વધીને રૂ.૬૯.૩૧, એચઈજી રૂ.૪૨.૧૦ વધીને રૂ.૬૦૧.૫૦, નઝારા રૂ.૧૫.૮૫ વધીને રૂ.૨૫૩.૦૫, કોફી ડે રૂ.૨.૨૩ વધીને રૂ.૩૭.૪૬, એચએફસીએલ રૂ.૩.૫૩ વધીને રૂ.૬૫.૦૪, એફડીસી રૂ.૧૪.૭૫ વધીને રૂ.૪૨૨.૨૦ રહ્યા હતા.

વર્ષાંતે વાહનોના વેચાણને નબળો પ્રતિસાદ : અપોલો ટાયર, ટીવીએસ મોટર, હીરો, એમઆરએફ ઘટયા

વર્ષાંતે હવે ૨૦૨૫ના મેન્યુફેકચર્ડ વાહનો ખરીદવાથી ગ્રાહકો દૂર રહેવા લાગતાં અને ૨૦૨૬ના નવા મોડલો, મેન્યુફેકચરીંગ તારીખના વાહનોની ખરીદી માટે રાહ જોવાનું પસંદ કરતાં  વેચાણને નબળો પ્રતિસાદ મળતાં ઓટો શેરોમાં વેચવાલી રહી હતી. અપોલો ટાયર રૂ.૮.૯૦ ઘટીને રૂ.૪૯૬.૬૫, ટીવીએસ મોટર રૂ.૫૯.૬૫ ઘટીને રૂ.૩૫૭૨.૮૦, હીરો મોટોકોર્પ રૂ.૭૦.૪૫ ઘટીને રૂ.૫૫૬૪.૯૦, એમઆરએફ રૂ.૧૪૪૩.૨૫ ઘટીને રૂ.૧,૪૮,૭૬૮.૭, આઈશર મોટર્સ રૂ.૬૧.૫૦ ઘટીને રૂ.૭૨૬૬.૬૫, બોશ રૂ.૧૮૮.૧૦ ઘટીને રૂ.૩૫,૬૪૪.૧૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૯.૫૦ ઘટીને રૂ.૩૫૯૧.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૧૩.૯૫ પોઈન્ટ ઘટીને ૬૧૨૯૬.૫૦ બંધ રહ્યો હતો.

FPIs/FIIની રૂ.૨૭૬૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૬૪૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૨૭૫૯.૮૯ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૬૪૩૫.૧૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૧૯૫.૦૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૨૬૪૩.૮૫ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૪૦૩.૧૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૭૫૯.૩૩ કરોડની વેચવાલી કરી હતી.

સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટી મંદીના એંધાણે ગાબડાં : માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ : ૨૮૩૧ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ મોટી વેચવાલી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં ફંડો, ખેલંદાઓએ મોટી મંદીની આશંકાએ ઓફલોડિંગ કરતાં ગાબડાં પડયા હતા. માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ રહી હતી.   બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૨૧  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૪૯૫ અને ઘટનારની સંખ્યા ૨૮૩૧ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૮૨ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૨.૧૫ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટાપાયે વેચવાલી થતાં ઘણા શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૧.૮૨ લાખ  કરોડ ઘટીને રૂ.૪૭૨.૧૫  લાખ કરોડ રહ્યું હતું.