For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

IT,બેંકિંગ, ઓટો શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 320 પોઈન્ટ વધીને 60942

Updated: Jan 23rd, 2023


પ્રિ-બજેટ તેજીનો આરંભ ! લોકલ ફંડોની સતત તેજી

નિફટી સ્પોટ 91 પોઈન્ટ વધીને 18118 : આઈટી ઈન્ડેક્સ 487 પોઈન્ટ, બેંકેક્સ 368 પોઈન્ટ ઉછળ્યા :  FII/FPIsની કેશમાં રૂ.220 કરોડની ચોખ્ખી વેચવાલી

મુંબઈ: કેન્દ્રિય બજેટ 1,ફેબુ્રઆરીના રજૂ થનારૂ હોઈ ભારતીય શેર બજારોમાં લાંબા સમયથી કરેકશન, અફડાતફડીની અનિશ્ચિત ચાલ જોવાયા બાદ આજે જાણે કે પ્રિ-બજેટ ટૂંકાગાળાની રેલી-તેજીનો આરંભ થયો હોય એમ શેરોમાં તેજીના મંડાણ થતાં જોવાયા હતા. બજેટની  અપેક્ષાઓ સાથે ગત સપ્તાહમાં આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક સહિતમાં ફેન્ટાસ્ટિક પરિણામોની સાથે બેંકિંગ શેરોમાં તેજી તેમ જ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ તેજી કરતાં અને ઓટોમોબાઈલ શેરોમાં લેવાલીના  આકર્ષણે બજાર આજે પૂર્ણ દિવસ અફડાતફડી છતાં તેજીનું રહ્યું હતું. ફંડો સાથે ખેલંદાઓ ફરી સક્રિય થવાની તૈયારી કરી રહ્યાના સંકેત મળી રહ્યા હતા. એફએમસીજી, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોએ કોર્પોરેટ પરિણામોની અપેક્ષાએ પસંદગીની લેવાલી કરી હતી. વૈશ્વિક મોરચે ચાઈનાના રી-ઓપનીંગને પરિણામે  વૈશ્વિક અર્થતંત્ર માટે મંદીનું જોખમ હળવું થતાં તેજીને સપોર્ટ મળ્યો હતો. સેન્સેક્સ ૩૧૯.૯૦ પોઈન્ટ વધીને ૬૦૯૪૧.૬૭ અને નિફટી સ્પોટ૯૦.૯૦ પોઈન્ટ વધીને ૧૮૧૧૮.૫૫ બંધ રહ્યા હતા. ચાઈનાની માંગ વધવાની અપેક્ષાએ ક્રુડ ઓઈલમાં ફરી મજબૂતી  સાથે ભાવ વધી આવી બ્રેન્ટના ૮૮.૨૨ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૮૨.૧૪ ડોલર નજીક રહ્યા હતા.

આઈટી-સોફટવેર શેરો બોટમઆઉટ થયા ? કોફોર્જ રૂ.૨૫૮, પર્સિસ્ટન્ટ રૂ.૨૬૨, ઈમુદ્રા રૂ.૧૬ ઉછળ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં કરેકશન લાંબા સમય સુધી જોવાયા બાદ હવે ઘણા શેરો આકર્ષણ વેલ્યુએશને મળી રહ્યા હોવાથી ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી સક્રિય લેવાલ બનતાં આજે વ્યાપક ઉછાળો જોવાયો હતો. કોફોર્જ રૂ.૨૫૮.૧૦ ઉછળીને રૂ.૪૩૫૮.૬૫, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૨૬૨.૩૦ ઉછળીને રૂ.૪૫૮૬.૦૫, ઈમુદ્રા રૂ.૧૬.૧૦ વધીને રૂ.૨૮૭.૮૫, ટાટા એલેક્સી રૂ.૨૯૦.૬૫ વધીને રૂ.૬૬૬૬.૨૦, એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૯૦.૬૦ વધીને રૂ.૩૩૨૨.૫૫, એલટીઆઈમાઈન્ડટ્રી સારા પરિણામે રૂ.૯૮.૫૦ વધીને રૂ.૪૩૬૮.૩૫, એમ્ફેસીસ રૂ.૩૩.૮૦ વધીને રૂ.૨૦૫૯.૪૫, ટેક મહિન્દ્રા રૂ.૧૭.૩૦ વધીને રૂ.૧૦૬૫.૧૦, ટીસીએસ રૂ.૪૬.૫૫ વધીને રૂ.૩૦૯૧.૭૦, ઈન્ફોસીસ રૂ.૨૨.૩૫ વધીને રૂ.૧૫૪૭.૮૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૪૬.૫૫ વધીને રૂ.૩૦૯૧.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૮૭.૩૦ પોઈન્ટ વધીને ૨૯૯૫૧.૨૯ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૩૬૮ પોઈન્ટ વધ્યો : સારા પરિણામે કોટક બેંક વધ્યો : બંધન બેંક રૂ.૧૧, સ્ટેટ બેંક રૂ.૮ વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં બેંકોના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામોએ લેવાલીનું આકર્ષણ રહ્યું હતું. કોટક મહિન્દ્રા બેંક ત્રિમાસિક ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને આવતાં શેરમાં આકર્ષણે રૂ.૧૯.૩૫ વધીને રૂ.૧૭૮૨.૬૦ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંકનો ત્રિમાસિક નફો ૩૪ ટકા વધતાં શેર વધીને રૂ.૮૭૧.૫૫ રહ્યો હતો. બંધન બેંક રૂ.૧૧.૧૫ વધીને રૂ.૨૪૮.૨૦, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૨૪.૭૦ વધીને રૂ.૬૪૧.૦૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૩૫ વધીને રૂ.૬૦૦.૪૫, ફેડરલ બેંક રૂ.૧.૬૦ વધીને રૂ.૧૩૫.૯૦, એચડીએફસી બેંક રૂ.૧૧.૮૫ વધીને રૂ.૧૬૭૨.૬૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૬૮.૩૨ પોઈન્ટ વધીને ૪૮૫૯૪.૫૫ બંધ રહ્યો હતો.

વાહનોના સ્ક્રિપ પોલીસી આકર્ષણે ઓટો શેરોમાં અશોક લેલેન્ડ, આઈશર મોટર્સ, ટાટા મોટર્સ વધ્યા

૧૫ વર્ષથી  વધુ જૂના વાહનોને સ્ક્રેપમાં  લઈ  જવાની સરકારની નીતિના અમલના અહેવાલ અને વિવિધ રાજયોની પરિવહન સેવામાં જૂના વાહનો સ્ક્રેપમાં લઈ જવાના નિર્ણયને લઈ વાહનોની ખરીદી વધવાની અપેક્ષાએ ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોની ઘટાડે ખરીદી નીકળતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૮૬.૭૨ પોઈન્ટ વધીને ર૨૯૨૯૫.૧૬ બંધ રહ્યો હતો. અશોક લેલેન્ડ રૂ.૩.૨૦ વધીને રૂ.૧૪૭.૩૦,  આઈશર મોટર્સ રૂ.૪૮.૯૫ વધીને રૂ.૩૧૯૬.૮૫, બજાજ ઓટો રૂ.૫૦.૯૫ વધીને રૂ.૩૬૨૩.૯૫, ટાટા મોટર્સ રૂ.૫.૩૫ વધીને રૂ.૪૦૮.૪૫, ટીવીએસ મોટર રૂ.૧૧.૯૫ વધીને રૂ.૯૮૧.૮૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૨.૭૦ વધીને રૂ.૧૩૨૭.૭૫, હીરો મોટોકોર્પ રૂ.૨૬.૧૦ વધીને રૂ.૨૭૭૨.૯૫, એમઆરએફ રૂ.૬૪૯.૯૦ વધીને રૂ.૯૦,૩૧૦ રહ્યા હતા.

રિલાયન્સ નબળા પરિણામે રૂ.૧૩ ઘટીને રૂ.૨૪૩૦ : ગેઈલ, ગુજરાત ગેસ, પેટ્રોનેટ એલએનજીમાં આકર્ષણ

ઓઈલ-ગેસ શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગત સપ્તાહના અંતે જાહેર થયેલા પરિણામ ચોખ્ખા નફામાં ૧૫ ટકા ઘટાડાના આવતાં આરંભિક મજબૂતી બાદ ફંડોની વેચવાલીએ રૂ.૧૩.૧૦ ઘટીને રૂ.૨૪૨૯.૬૦ રહ્યો હતો. ગેઈલ ઈન્ડિયા રૂ.૩.૧૫ વધીને રૂ.૧૦૨.૧૫, ગુજરાત ગેસ રૂ.૯.૮૦ વધીને રૂ.૪૭૦.૯૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૩.૭૫ વધીને રૂ.૨૨૬.૫૫, એચપીસીએલ રૂ.૪.૧૦ વધીને રૂ.૨૫૦.૩૫, બીપીસીએલ રૂ.૩.૦૫ વધીને રૂ.૩૪૯.૫૦ રહ્યા હતા.

ફંડો, ખેલંદાઓની સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતીમાં મર્યાદિત ખરીદી : ૧૯૭૭ શેરો નેગેટીવ બંધ

સપ્તાહની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ, નિફટી બેઝડ શેરોમાં  ફંડોની તેજી છતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલાડીઓ સાવચેતીમાં મર્યાદિત ખરીદી રહી હતી. ઘણાં શેરોમાં નફારૂપી વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ એકંદર નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૩૧  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૬૬ અને ઘટનારની સંખ્યા ૧૯૭૭ રહી હતી.

એફએમસીજી શેરોમાં પરિણામોનું આકર્ષણ : શેરઈન્ડિયા રૂ.૪૮ વધ્યો : હિન્દ. લિવર, નેસ્લે વધ્યા

એફએમસીજી શેરોમાં ફંડોનું કોર્પોરેટ પરિણામો સાથે ફુગાવો ઘટી આવતાં પસંદગીનું  લેવાલીનું આકર્ષણ રહ્યું હતું. શેરઈન્ડિયા રૂ.૪૮.૩૫ વધીને રૂ.૧૨૬૩.૪૫, સીસીએલ પ્રોડક્ટસ રૂ.૧૧.૭૫ વધીને રૂ.૫૪૪.૨૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૪૯.૪૫ વધીને રૂ.૨૫૯૭.૮૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૨૦૩.૧૫ વધીને રૂ.૧૯,૪૦૨.૬૦, બન્નારી અમાન સુગર રૂ.૨૬ વધીને રૂ.૨૭૭૬.૧૫, આઈટીસી રૂ.૨.૯૦ વધીને રૂ.૩૩૭.૬૦ રહ્યા હતા.  

FPIs/FIIની કેશમાં રૂ.૨૨૦ કરોડની ચોખ્ખી વેચવાલી :  DIIની રૂ.૪૩૫ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝ  આજે સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૧૯.૮૭  કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૫૮૦૩.૪૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૦૨૩.૩૦કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો આજે કેશ સેગ્મેન્ટમાં રૂ.૪૩૪.૯૬ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૫૯૨૫.૩૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૪૯૦.૪૩ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬૦ હજાર કરોડ વધીને રૂ.૨૮૦.૮૭ લાખ કરોડ

શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ લોકલ ફંડોની તેજી સાથે ફંડો, ઈન્વેસ્ટરોએ પસંદગીના સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની સંપતિ આજે એક દિવસમાં જ રૂ.૬૦ હજાર કરોડ વધીને રૂ.૨૮૦.૮૭ લાખ કરોડ પહોંચ્યું હતું.


Gujarat