Get The App

ઓટો, મેટલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 95 પોઈન્ટ ઘટીને 83216

- નિફટી સ્પોટ ૧૭ પોઈન્ટ ઘટીને ૨૫૪૯૨ : FPIs/FIIની કેશમાં રૂ.૪૫૮૧ કરોડની ચોખ્ખી વેચવાલી

- વૈશ્વિક બજારોમાં સતત ધોવાણ : ફાઈનાન્સ શેરોમાં આકર્ષણ : કન્ઝયુમર ડયુરેબલ્સ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓફલોડિંગ

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News


ઓટો, મેટલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 95 પોઈન્ટ ઘટીને 83216 1 - image

મુંબઈ : અમેરિકામાં ટ્રમ્પ ટેરિફની કાયદેસરતા મામલે કોર્ટની શંકાસ્પદ ટિપ્પણી, શટડાઉનના કારણે  અમેરિકામાં પરિસ્થિતિ રોજબરોજ વિકટ બનતાં અને બીજી તરફ અમેરિકાના પરમાણું પરીક્ષણ અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે વણસતી પરિસ્થિતિએ જીઓપોલિટીકલ ટેન્શનને લઈ અમેરિકી શેર બજારો પાછળ સતત વૈશ્વિક બજારોમાં ધોવાણ સાથે ભારતીય શેર બજારોમાં પણ ફંડો, મહારથીઓએ ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે  નવા કમિટમેન્ટથી દૂર રહી હળવા થવાનું પસંદ કર્યું હતું. વૈશ્વિક આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે થઈ રહેલા ઝડપી ટેકનોલોજી પરિવર્તનને લઈ  આઈટી ઉદ્યોગ સામે અનેક પડકારો ઊભા થઈ રહ્યા હોઈ આઈટી શેરોમાં  ફંડોના  ઓફલોડિંગે સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર વોલેટીલિટીના અંતે નેગેટીવ ઝોનમાં રહ્યું હતું. અલબત અમેરિકાની રેર અર્થ માટે એશીયાના અન્ય દેશો સાથે ડિલ કરવાની પહેલ અને  ટ્રમ્પ આગામી વર્ષમાં  ભારતની મુલાકાત લેશે એવી શકયતાના અહેવાલે  ટ્રેડ ડિલની અપેક્ષાએ ફંડોએ આજે ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, બેંકિંગ શેરોમાં પસંદગીની તેજી કરી હતી. સેન્સેક્સ ૮૩૩૯૧થી ૮૨૬૭૦ વચ્ચે અથડાઈ અંતે ૯૪.૭૩ પોઈન્ટ ઘટીને ૮૩૨૧૬.૨૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૫૫૫૨થી ૨૫૩૧૮ વચ્ચે અથડાઈ અંતે ૧૭.૪૦ પોઈન્ટ ઘટીને ૨૫૪૯૨.૩૦ બંધ રહ્યો હતો.

મેટલ ઈન્ડેક્સ ૪૮૧ પોઈન્ટ ઉછળ્યો : અદાણી એન્ટર. રૂ.૫૬ વધ્યો : ટાટા સ્ટીલ, જિન્દાલ સ્ટીલમાં તેજી

મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોએ મોટી ખરીદી કરી હતી. અદાણી એન્ટરપ્રાઈસીઝ દ્વારા શેરોના રાઈટ ઈસ્યુ થકી રૂ.૨૫,૦૦૦ કરોડ સુધી મૂડી ઊભી કરવાને બોર્ડની મંજૂરીના આકર્ષણે શેર રૂ.૫૬.૩૦ વધીને રૂ.૨૩૭૦.૧૦, ટાટા સ્ટીલ રૂ.૪.૨૦ વધીને રૂ.૧૮૧.૪૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૨.૮૦ વધીને રૂ.૧૦૬૯.૫૫, વેદાન્તા રૂ.૧૦.૨૦ વધીને રૂ.૫૧૫, સેઈલ રૂ.૨.૭૦ વધીને રૂ.૧૪૦.૬૦, નાલ્કો રૂ.૩.૮૦ વધીને રૂ.૨૩૪.૪૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૭.૩૦ વધીને રૂ.૪૭૪.૫૫, એપીએલ અપોલો રૂ.૧૫.૭૦ વધીને રૂ.૧૮૦૦.૧૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૮૦.૯૪ પોઈન્ટ ઉછળીને ૩૪૫૩૯.૨૫ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં ફરી વેલ્યુબાઈંગ : મહિન્દ્રા રૂ.૭૪ ઉછળી રૂ.૩૬૯૨ : અપોલો ટાયર, એમઆરએફમાં તેજી

ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોએ આજે ફરી ઘટાડે વેલ્યુબાઈંગ કર્યું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ત્રિમાસિક પરિણામે અને આરબીએલ બેંકમાં પોતાનું હોલ્ડિંગ વેચીને એક્ઝિટ કરી ૬૨ ટકા નફો કરવાના આકર્ષણે શેર રૂ.૭૩.૬૦ વધીને રૂ.૩૬૯૧.૬૦, અપોલો ટાયર રૂ.૯.૨૫ વધીને રૂ.૫૧૫.૩૦, સોના કોમ્સ રૂ.૮.૦૫ વધીને રૂ.૪૯૦.૯૫, આઈશર મોટર્સ રૂ.૮૨.૯૫ વધીને રૂ.૬૮૮૬.૮૦, એમઆરએફ રૂ.૧૫૯૦.૯૫ વધીને રૂ.૧,૫૮,૮૭૯.૭૫, ટીવીએસ મોટર રૂ.૧૩.૩૦ વધીને રૂ.૩૪૫૮.૬૦, મારૂતી સુઝુકી રૂ.૨૪.૬૫ વધીને રૂ.૧૫,૪૭૮.૧૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૨૭.૬૮ પોઈન્ટ વધીને ૫૯૭૭૫.૩૧ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં સિલેક્ટિવ તેજી : આઈસીઆઈસીઆઈ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, ઈન્ડસઈન્ડ બેંક વધ્યા

ફાઈનાન્સ-બેંકિંગ ક્ષેત્રે નાણા પ્રધાન નિર્મલા સીતારામને પીએસયુ બેંકોમાં કોન્સોલિડેશનના પોઝિટીવ નિવેદન અને ખાનગી બેંકોમાં એક્વિઝિશન, કોન્સોલિડેશનને લઈ ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૨.૩૫ વધીને રૂ.૧૩૪૨.૭૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૨૩ વધીને રૂ.૮૧.૫૨, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૦.૬૦ વધીને રૂ.૭૯૬.૮૫, યશ બેંક રૂ.૨૨.૮૭, બેંક ઓફ બરોડા રૂ.૨.૮૦ વધીને રૂ.૨૮૯.૧૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૯૯.૨૨ પોઈન્ટ વધીને  ૬૫૦૧૨.૬૬ બંધ રહ્યો હતો.

એલ એન્ડ ટી ફાઈનાન્સ, ડીસીબી બેંક, સાઉથ ઈન્ડિયન બેંક, પ્રુડેન્ટ એડવાઈઝર્સ, એન્જલ વન ઉછળ્યા

ફાઈનાન્સ-અન્ય બેંકિંગ શેરોમાં એલ એન્ડ ટી ફાઈનાન્સ રૂ.૨૮.૩૦ વધીને રૂ.૩૦૩.૫૫, ડીસીબી બેંક રૂ.૧૧.૩૫ વધીને રૂ.૧૭૩.૬૫, સાઉથ ઈન્ડિયન બેંક રૂ.૨.૨૮ વધીને રૂ.૩૯.૦૭, પ્રુડેન્ટ એડવાઈઝર્સ રૂ.૧૪૨.૯૫ વધીને રૂ.૨૬૪૦, એન્જલ વન રૂ.૧૩૦.૬૫ વધીને રૂ.૨૬૧૬.૫૦, વર્ધમાન હોલ્ડિંગ રૂ.૧૮૩.૭૦ વધીને રૂ.૩૮૫૭.૭૦, કેફિનટેક રૂ.૫૦ વધીને રૂ.૧૧૧૨.૧૦, મહારાષ્ટ્ર બેંક રૂ.૨.૧૬ વધીને રૂ.૫૯.૬૧, એબી કેપિટલ રૂ.૧૦.૯૦ વધીને રૂ.૩૩૮, સુમિત સિક્યુરિટીઝ રૂ.૬૯ વધીને રૂ.૨૨૩૭.૨૦, આઈડીબીઆઈ બેંક રૂ.૩.૨૫ વધીને રૂ.૧૦૦.૫૦, ડેમ કેપિટલ રૂ.૯.૨૫ વધીને રૂ.૨૬૩.૭૫, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૪૦ વધીને રૂ.૧૪૪.૬૦, પિલાની ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૬૦.૮૫ વધીને રૂ.૫૨૬૫.૪૦, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૨૭.૫૦ વધીને રૂ.૯૦૮.૫૦ રહ્યા હતા.  

આઈટી શેરોમાં ઓફલોડિંગ : લેટેન્ટ વ્યુ, ૬૩ મૂન્સ, રામકો સિસ્ટમ્સ, સિએન્ટ, હેક્ઝાવેર ટેકનોલોજી ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે ઓફલોડિંગ કરતાં ઈન્ડેક્સ બેઝડ નરમાઈ જોવાઈ હતી. લેટેન્ટ વ્યુ રૂ.૩૪ તૂટીને રૂ.૪૩૬.૪૫, હેક્ઝાવેર ટેકનોલોજી રૂ.૨૬.૧૦ ઘટીને રૂ.૬૭૨.૬૦, બ્લુ ક્લાઉડ ૯૮ પૈસા ઘટીને રૂ.૩૧.૦૯, ઓરિઓન પ્રો રૂ.૩૩.૧૫ ઘટીને રૂ.૧૧૨૮.૩૦, સિએન્ટ રૂ.૩૦.૭૫ ઘટીને રૂ.૧૧૧૧.૨૫, ટેક મહિન્દ્રા રૂ.૨૬.૮૦ ઘટીને રૂ.૧૩૮૭.૧૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૩૩.૫૦ ઘટીને રૂ.૮૦૭૯.૧૦, રેટ ગેઈન રૂ.૧૧.૯૫ ઘટીને રૂ.૮૮૬.૧૦, વિપ્રો રૂ.૩.૫૦ ઘટીને રૂ.૨૩૬.૫૦, કોફોર્જ રૂ.૨૩.૫૫ ઘટીને રૂ.૧૭૪૦, એમ્ફેસીસ રૂ.૩૪.૭૦ ઘટીને રૂ.૨૭૩૯.૩૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૩૩.૨૦ પોઈન્ટ ઘટીને ૩૪૪૨૬.૮૯ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં તેજીને બ્રેક : બ્લિસ જીવીએસ રૂ.૨૪ તૂટયો : ટારસન્સ, ડીકાલ, વિન્ડલાસ ઘટયા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ તેજીને બ્રેક લાગી આજે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. બ્લિસ જીવીએસ રૂ.૨૩.૮૦ ઘટીને રૂ.૧૨૮.૧૦, ડીકાલ રૂ.૧૮ ઘટીને રૂ.૨૪૯.૪૫, વિન્ડલાસ રૂ.૫૬.૨૦ ઘટીને રૂ.૮૬૭.૮૦, સાંઈ લાઈફ રૂ.૪૭.૬૦ ઘટીને રૂ.૮૭૪.૫૦, દિવીઝ લેબ. રૂ.૨૨૯.૮૫ ઘટીને રૂ.૬૬૫૬.૪૫, વેનબરી રૂ.૭.૭૫ ઘટીને રૂ.૨૪૬.૯૦, અબોટ ઈન્ડિયા રૂ.૬૭૭.૧૫ ઘટીને રૂ.૨૮,૮૦૧.૦૫, થેમીસ મેડી રૂ.૨.૭૫ ઘટીને રૂ.૧૧૫.૯૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૫૩.૬૧ પોઈન્ટ ઘટીને ૪૪૩૫૩.૯૦ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર શેરોમાં સેલિંગ : અંબર રૂ.૬૦૨ તૂટી રૂ.૭૨૩૧ : પીજી ઈલેક્ટ્રો, બર્જર પેઈન્ટ ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે તેજીનો વેપાર હળવો કર્યો હતો. અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૬૦૨.૩૫ ઘટીને રૂ.૭૨૩૧.૮૦, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૨૧.૫૫ ઘટીને રૂ.૫૨૮.૫૦, બર્જર પેઈન્ટ રૂ.૧૨.૨૦ ઘટીને રૂ.૫૩૨.૦૫, બ્લુ સ્ટાર રૂ.૩૧.૯૦ ઘટીને રૂ.૧૭૫૩.૦૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૩૦.૭૦ ઘટીને રૂ.૧૪,૮૪૬.૪૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૬૫.૫૩ પોઈન્ટ ઘટીને ૫૯૯૬૯.૧૩ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ખેલંદાઓની સતત વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૧૫૭ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ વોલેટીલિટીના અંતે નરમાઈ સાથે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં આરંભમાં ઘટાડે ફરી ખરીદી નીકળ્યા બાદ ફરી વ્યાપક વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૧૬  અને ઘટનારની સંખ્યા ૨૧૫૭ રહી હતી.

FPIs/FIIની રૂ.૪૫૮૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૬૬૭૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૪૫૮૧.૩૪ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૮,૪૮૫.૨૫  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૯૦૩.૯૧  કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૬૬૭૪.૭૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૯,૪૭૦.૦૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૭૯૫.૨૪કરોડની વેચવાલી કરી હતી.

વૈશ્વિક બજારોમાં સતત ગાબડાં : નિક્કી ૬૦૭ પોઈન્ટ, હેંગસેંગ ૨૪૪ પોઈન્ટ, ડેક્ષ ૨૧૯ પોઈન્ટ ગબડયા

વૈશ્વિક બજારોમાં આજે સતત ધોવાણ થયું હતું. એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ૬૦૭ પોઈન્ટ તૂટયો હતો. હોંગકોંગનો હેંગસેંગ ૨૪૪ પોઈન્ટ, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૧૫ પોઈન્ટ ઘટયા હતા. યુરોપના બજારોમાં સાંજે જર્મનીનો ડેક્ષ ૨૧૯ પોઈન્ટનો ઘટાડો, ફ્રાંસનો કેક ૪૦ ઈનડેક્સ ૩૮ પોઈન્ટનો ઘટાડો અને લંડન શેર બજારનો ફુત્સી ૬૭ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. ગુરૂવારે અમેરિકી બજારોમાં ડાઉ જોન્સમાં ૩૯૯ પોઈન્ટનો કડાકો અને નાસ્દાકમાં ૪૪૬ પોઈન્ટનું ગાબડું બોલાયા પાછળ આજે વૈશ્વિક બજારો તૂટયા હતા.

Tags :