Business

ઈક્વિટી કેશમાં FPIની વેચવાલી ચાલુ વર્ષમાં રૂ. ૪.૪૨ લાખ કરોડને પાર

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FPI) ભારતીય ઇક્વિટીઝમાં સતત છઠ્ઠા વર્ષે વેચવાલ રહ્યા છે. ઓક્ટોબરમાં અત્યાર સુધી ₹39778.51 કરોડની નેટ વેચવાલી નોંધાઈ છે, જે સપ્ટેમ્બરમાં ₹44012.82 કરોડ હતી. ડોલર સામે રૂપિયાની નબળાઈ અને વૈશ્વિક અશાંતિને કારણે FPIs ભારતીય બજારમાંથી નાણાં ખેંચી રહ્યા છે. જોકે, સ્થાનિક રોકાણકારોએ ₹679890 કરોડની ખરીદી કરીને બજારને ટેકો આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈક્વિટી કેશમાં FPIની વેચવાલી ચાલુ વર્ષમાં રૂ. ૪.૪૨ લાખ કરોડને પાર

૨૦૨૬માં સતત છઠ્ઠા વર્ષે વિદેશી રોકાણકારો વેચવાલ બની રહેશે
મુંબઈ : સપ્ટેમ્બરમાં ભારતીય ઈક્વિટીસમાં જંગી વેચવાલી બાદ ઓકટોબરમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)નું ઓફ્ફલોડિંગ ચાલુ રહ્યું છે. ૨૦૨૫ના સંપૂર્ણ વર્ષની સરખામણીએ ૨૦૨૬નો વેચવાલીનો આંક આ અગાઉ જ પાર થઈ ગયો છે. પ્રાપ્ત ડેટા પ્રમાણે ઓકટોબરમાં એફપીઆઈએ અત્યારસુધીમાં કેશમાં કુલ રૂપિયા ૩૯૭૭૮.૫૧કરોડની નેટ વેચવાલી કરી છે જે સંપૂર્ણ સપ્ટેમ્બરમાં રૂપિયા ૪૪૦૧૨.૮૨ કરોડ રહી હતી.
વર્તમાન ૨૦૨૬ના વર્ષમાં ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોએ અત્યારસુધી કેશમાં રૂપિયા ૪૪૨૮૪૫ કરોડની નેટ વેચવાલી કરી છે.
૨૦૨૫ના સંપૂર્ણ વર્ષમાં કેશમાં રૂપિયા ૩૦૬૪૧૯ કરોડની સામે વર્તમાન વર્ષના દસ મહિના કરતા ઓછા સમયમાં જ વેચવાલીનો આંક ગત વર્ષ કરતા વધી ગયો છે.
ડોલર સામે રૂપિયાની નબળાઈ, શેરોના ઊંચો મૂલ્યાંકનો તથા ભૌગોલિકરાજકીય અશાંતિને જોતા ભારતમાંથી એફપીઆઈ ઉચાળા ભરી રહી છે. જો કે સેકન્ડરી બજારમાં વેચીને વિદેશી રોકાણકારો પ્રાઈમરીમાં નાણાં ઠાલવી રહી હોવાનું પણ જોવા મળી રહ્યું છે.
૨૦૨૬નું વર્ષ સતત છઠ્ઠું એવું વર્ષ જોવા મળી રહ્યું છે જેમાં એફપીઆઈ ભારતની સેકન્ડરી બજારમાં કેશમાં નેટ વેચવાલ જોવા મળી રહી છે.
એફપીઆઈની વેચવાલી સામે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)એ ભારતીય ઈક્વિટીસ કેશમાં રૂપિયા ૬૭૯૮૯૦ કરોડની નેટ ખરીદી કરી છે.