Get The App

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાં 200 ભારતીયોના નામ, ફોર્બ્સની યાદી જાહેર

Updated: Apr 3rd, 2024

GS TEAM


Google News
Google News
દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાં 200 ભારતીયોના નામ, ફોર્બ્સની યાદી જાહેર 1 - image


Forbes Rich List: ફોર્બ્સની 2024 માટે વિશ્વના અબજોપતિઓની યાદીમાં આ વખતે 200 ભારતીયોના નામ સામેલ છે. ગયા વર્ષે તેમાં 169 ભારતીયોના નામ હતા. આ ભારતીયોની કુલ સંપત્તિ $954 બિલિયન છે, જે ગયા વર્ષના $675 બિલિયન કરતાં 41 ટકા વધુ છે. ફોર્બ્સની ભારતીય અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી $116 બિલિયનની સંપતિ સાથે ટોચના સ્થાને છે. તેમની નેટવર્થ $83 બિલિયનથી વધીને $116 બિલિયન થઈ છે. આથી તેઓ $100 બિલિયન ક્લબમાં પ્રવેશનાર પ્રથમ એશિયન બન્યા છે. તેઓ વિશ્વના નવમા સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. 

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાં 200 ભારતીયોના નામ, ફોર્બ્સની યાદી જાહેર 2 - image

સૌથી ધનિક મહિલાનું સ્થાન છે ચોથું 

આ યાદીમાં ગૌતમ અદાણી બીજા સૌથી અમીર ભારતીય છે. તેમની સંપત્તિમાં $36.8 બિલિયનનો વધારો થયો છે. તેઓ $84 બિલિયનની નેટવર્થ સાથે યાદીમાં 17મા ક્રમે છે. ભારતના સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ છે. આ યાદીમાં તેમનું સ્થાન ચોથું છે. એક વર્ષ પહેલા તે છઠ્ઠા સ્થાને હતી. તેમની કુલ સંપત્તિ $33.5 બિલિયન છે.

25 નવા ભારતીય અબજોપતિઓએ કર્યો પ્રવેશ

આ યાદીમાં 25 નવા ભારતીય અબજોપતિઓએ પ્રવેશ કર્યો છે. જેમાં નરેશ ત્રેહાન, રમેશ કુન્હીકન્નન અને રેણુકા જગતિયાનીના નામ સામેલ છે. તેમજ બાયજુ રવિન્દ્રન અને રોહિકા મિસ્ત્રીનું નામ યાદીમાંથી બહાર રહી ગયું છે.

ભારતના 10 સૌથી અમીર લોકો

મુકેશ અંબાણી- 116 અબજ ડોલરની કુલ સંપત્તિ- રેન્ક 9

ગૌતમ અદાણી- નેટવર્થ $84 બિલિયન- રેન્ક 17

શિવ નાદર- નેટવર્થ $36.9 બિલિયન- રેન્ક 39

સાવિત્રી જિંદાલ- નેટવર્થ $33.5 બિલિયન- રેન્ક 46

દિલીપ સંઘવી- નેટવર્થ $26.7 બિલિયન- રેન્ક 69

સાયરસ પૂનાવાલા - નેટવર્થ $21.3 બિલિયન- રેન્ક 90

કુશલ પાલ સિંહ- નેટવર્થ $20.9 બિલિયન- રેન્ક 92

કુમાર બિરલા - નેટવર્થ $19.7 બિલિયન- રેન્ક 98

રાધાકિશન દામાણી- નેટવર્થ $17.6 બિલિયન- રેન્ક 107

લક્ષ્મી મિત્તલ- નેટવર્થ $16.4 બિલિયન- રેન્ક 113.

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાં 200 ભારતીયોના નામ, ફોર્બ્સની યાદી જાહેર 3 - image


Tags :