Business

સોનાના ભાવ ગગડતાં ગોલ્ડ લોન કંપનીઓ પર મોટો ખતરો: RBIએ NBFC કંપનીઓને આપી કડક ચેતવણી!

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
સોનાના ભાવમાં 30% ઘટાડાથી ગોલ્ડ લોન આપતી 3 NBFC કંપનીઓની મુશ્કેલી વધી છે. RBI એ NBFCને ગોલ્ડ લોનની ઝીણવટપૂર્વક તપાસ કરવા સૂચવ્યું છે, કારણ કે ભાવ ઘટતાં લોન-ટુ-વેલ્યૂ (LTV) રેશિયો પર અસર થઈ રહી છે. કેટલાક કિસ્સાઓમાં LTV 85%ની મર્યાદા વટાવી શકે છે. RBI એ કંપનીઓને માર્ચ 2027 સુધીમાં ₹10 કરોડ જમા કરવા પણ તાકીદ કરી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ગોલ્ડ લોનનો NPA બમણો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનાના ભાવ ગગડતાં ગોલ્ડ લોન કંપનીઓ પર મોટો ખતરો: RBIએ NBFC કંપનીઓને આપી કડક ચેતવણી!

RBI Notice To NBFC : સોનાની કિંમતોમાં થયેલા ભારે ઘટાડાએ ગોલ્ડ લોન આપતી 3 કંપનીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. RBIએ નોન-બૅન્કિંગ નાણાકીય કંપનીઓ (NBFC) માટે એડવાઇઝરી જાહેર કરી છે. RBI એ કહ્યું છે કે, સોનાની કિંમતોમાં ઘટાડાના કારણે લોન-ટુ-વેલ્યૂ (LTV) રેશિયો પર અસર પડી રહી છે. આ કારણે RBI એ NBFC ને પોતાની ગોલ્ડ લોનની વધુ ઝીણવટપૂર્વક તપાસ કરવાની સલાહ આપી છે.

છેલ્લા એક મહિનામાં સોનાના ભાવ 30% ઘટ્યા

છેલ્લા એક મહિનામાં સોનાની કિંમતોમાં લગભગ 30% ઘટાડો નોંધાયો છે. અમુક ગોલ્ડ લોનના મામલામાં ગીરવે મૂકેલા સોનાની વર્તમાન કિંમતની સરખામણીએ LTV 85%ની નક્કી કરેલી મર્યાદા (લિમિટ)થી ઉપર જઈ શકે છે. RBI એ સોનાના બદલામાં આપવામાં આવતી રકમ માટે આ મર્યાદા નક્કી કરી છે.

RBIએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જો NBFC માર્ચ 2027 સુધીમાં જાતે ₹10 કરોડ જમા નહીં કરી શકે, તો આ માટે તેને કોઈ વધારાની સમયમર્યાદા આપવામાં નહીં આવે. સોનાની કિંમતોમાં રૅકોર્ડ હાઇ કરતાં 30% સુધી ઘટાડો થતાં અમુક કંપનીઓની લોન-ટુ-વેલ્યૂ 75%ની નજીક પહોંચી ગઈ છે. RBIએ કહ્યું કે, કંપનીઓને વધુ સાવચેત રહેવાની જરૂર છે.

બમણો થયો ગોલ્ડ લોનનો NPA

ભારતીય ગોલ્ડ લોન માર્કેટ નવા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં ગોલ્ડ લોનનું NPA બમણું થઈ ગયું છે. જોકે, ગોલ્ડ લોન આપતી કંપનીઓનું કહેવું છે કે, ધિરાણ આપવા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફારના કારણે આ સ્થિતિ ઊભી થઈ રહી છે. લોન લેતાં ગ્રાહકોને નવા નિયમો અનુસાર તાલમેલ બેસાડવામાં થોડો સમય લાગી રહ્યો છે.