નવે.માં નિકાસ 0.34 ટકા ઘટીને 25.98 અબજ ડોલર આયાત 12.71 ટકા ઘટીને 38.11 અબજ ડોલર
નવેમ્બરમાં વેપાર ખાધ ઘટીને 12.12 અબજ ડોલર સોનાની આયાત 6.59 ટકા વધીને 2.94 અબજ ડોલર
સળંગ ચોથા મહિને નિકાસમાં ઘટાડો
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૩
નવેમ્બરમાં ભારતની નિકાસ ૦.૩૪ ટકા ઘટીને ૨૫.૯૮ અબજ ડોલર રહી હતી. સળંગ ચોાૃથા મહિને નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. પેટ્રોેલિયમ, જેમ્સ, જવેલરી અને ચામડાઓની વસ્તુઓની નિકાસ ઘટવાને કારણે નવેમ્બરમાં નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે.
જો કે બીજી તરફ નવેમ્બરમાં આયાત પણ ૧૨.૭૧ ટકા ઘટીને ૩૮.૧૧ અબજ ડોલર રહી છે. જેના કારણે નવેમ્બરમાં વેપાર ખાાૃધ ઘટીને ૧૨.૧૨ અબજ રહી છે. નવેમ્બરમાં સોનાની આયાત ૬.૫૯ ટકા વાૃધીને ૨.૯૪ અબજ ડોલર રહી હતી.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર, ૨૦૧૮માં વેપાર ખાાૃધ ૧૭.૫૮ અબજ ડોલર હતી. નવેમ્બરમાં ૩૦ મહત્ત્વપૂર્ણ સેક્ટર પૈકી ૧૭ સેક્ટરની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. પેટ્રોલિયમ પેદાશો, જેમ્સ એન્ડ જવેલરી, ફળો અને શાકભાજી, ચામડા તાૃથા ચામડાની વસ્તુઓ, રેડીમેઇડ ગારમેન્ટની નિકાસમાં અનુક્રમે ૧૩.૧૨ ટકા, ૮.૧૪ ટકા, ૧૫.૧૦ ટકા, ૫.૨૯ ટકા અને ૬.૫૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
નવેમ્બરમાં ઓઇલની આયાત ૧૮.૧૭ ટકા ઘટીને ૧૧.૦૬ અબજ ડોલર રહી છે. જ્યારે ઓઇલ સિવાયની વસ્તુઓની આયાત ૧૦.૨૬ ટકા ઘટીને ૨૭.૦૪ અબજ ડોલર રહી છે.
એપ્રિલાૃથી નવેમ્બર, ૨૦૧૯ સુાૃધીના સળંગ આઠ મહિનાની વાત કરવામાં આવે તો નિકાસ ૧.૯૯ ટકા ઘટીને ૨૧૧.૯૩ અબજ ડોલર રહી છે જ્યારે આયાત ૮.૯૧ ટકા ઘટીને ૩૧૮.૭૮ અબજ ડોલર રહી છે. આ જ સમયગાળામાં વેપાર ખાાૃધ ઘટીને ૫૪.૦૬ અબજ ડોલર રહી છે. જે એપ્રિલાૃથી નવેમ્બર, ૨૦૧૮ સુાૃધીના ગાળામા ૮૨.૪૭ અબજ ડોલર રહી છે.
નિકાસ અને આયાતના આંકડા અંગે નિવેદન આપતા ઇઇપીસી ઇન્ડિયાના ચેરમેન રવિ સેહગલે જણાવ્યું છે કે એન્જિનિયરિંગ વસ્તુઓની નિકાસમાં ૬.૩૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે જે એક સારી બાબત છે. જ્યારે કુલ નિકાસ હજુ પણ ઓછી છે અને તેને વાૃધારવી એક પડકારજનક કાર્ય છે.