નવેમ્બરમાં ઈક્વિટી ફંડોના ઈન્ફલોમાં 21 ટકાનો વધારો
- ગોલ્ડ ઈટીએફમાં પ્રવાહ ઘટયોેઃ એકંદર એયુએમ રૂ.૮૦ લાખ કરોડને પાર

મુંબઈ : સતત બે મહિના સુધી ઘટયા બાદ નવેમ્બરમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડસમાં ઈન્ફલો ઓકટોબરની તુલનાએ૨૧ ટકા વધી રૂપિયા ૨૯૯૧૧ કરોડ રહ્યો છે. ઓકટોબરમાં આ આંક રૂપિયા ૨૪૬૯૦ કરોડ રહ્યો હતો. જ્યારે ફલેકસી કેપ ફન્ડસમાં ઈન્ફલો ઓકટોબરની સરખામણીએ રૂપિયા ૭૯૩.૭૦ કરોડ ઘટી રૂપિયા ૮૧૩૫.૦૧ કરોડ રહ્યો છે. ઓકટોબરમાં આ આંક રૂપિયા ૮૯૨૮.૭૧ કરોડ જોવા મળ્યો હતો.
ઈક્વિટી સ્કીમમાં ઈન્ફલોમાં વધારો થતા ઈક્વિટી એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) સાધારણ વધી રૂપિયા ૩૫.૬૬ લાખ કરોડ રહી છે. મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની એકંદર એયુએમ પહેલી જ વખત રૂપિયા ૮૦ લાખ કરોડને પાર કરી રૂપિયા ૮૦,૫૫,૧૫૩.૦૪ કરોડ રહી હતી.
ઈક્વિટીસમાં લાર્જ તથા મિડકેપ ફન્ડસના ઈન્ફલોમાં ૪૧.૭૦ ટકા જંગી ઉછાળો આવ્યો છે. આ ફન્ડસમાં ઓકટોબરમાં ઈન્ફલો જે રૂપિયા ૩૧૭૭ કરોડ રહ્યો તો તે નવેમ્બરમાં વધી રૂપિયા ૪૫૦૩.૩૧ કરોડ જોવા મળ્યો છે, એમ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા(એમ્ફી)ના ડેટા જણાવે છે.
મિડકેપની વાત કરીએ તો રોકાણકારોનું તેમા આકર્ષણ જળવાઈ રહ્યું છે. આ ફન્ડસમાં ઈન્ફલો જે ઓકટોબરમાં રૂપિયા ૩૮૦૭.૧૧ કરોડ રહ્યું હતું તે નવેમ્બરમાં વધી રૂપિયા ૪૪૮૬.૯૧ કરોડ જોવા મળ્યું છે. મિડકેપમાં ૧૭.૮૦ ટકા વધારો થયો છે.
સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) મારફતનું રોકાણ જે ઓકટોબરમાં રૂપિયા ૨૯૫૨૯ કરોડ રહ્યું હતું તે નવેમ્બરમાં સાધારણ ઘટી રૂપિયા ૨૯૪૪૫ કરોડ રહ્યું છે.
ગોલ્ડ ઈટીએફમાં રોકાણ પ્રવાહ ઓકટોબરમાં રૂપિયા ૭૭૪૩.૧૯ કરોડની સરખામણીએ નવેમ્બરમાં અડધો રહીને ૩૭૪૧.૭૯ કરોડ રહ્યો છે.
સોનાના ઊંચા ભાવને કારણે ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો મંદ પડયો હોવાનું માનવામાં આવે છે.
બજારમાં વ્યાપક વોલેટિલિટી છતાં રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડ મારફત રોકાણ વિશ્વાસ જળવાઈ રહ્યો હોવાનું એમ્ફીના સુત્રોએ જણાવ્યું હતું.
સિપમાં રૂ. ૨૯,૪૪૫ કરોડનું રોકાણ
નવેમ્બરમાં સિપ દ્વારા રોકાણ ફરી એકવાર રેકોર્ડ સ્તરની નજીક પહોંચ્યું છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ડેટા અનુસાર, ગયા મહિને સિપ ઇનફ્લો રૂ. ૨૯,૪૪૫ કરોડ હતો. જો કે, આ આંકડો ઓક્ટોબરના રૂ. ૨૯,૫૨૯ કરોડ કરતા થોડો ઓછો હતો. નવેમ્બરમાં માસિક ધોરણે ઇનફ્લોમાં ૦.૩% નો થોડો ઘટાડો થયો હતો, પરંતુ વાર્ષિક ધોરણે સિપ ઇનફ્લોમાં ૨૧.૭%ની મજબૂત વૃદ્ધિ નોંધાઈ હતી.
નવેમ્બરમાં સક્રિય સિપ એકાઉન્ટ્સની સંખ્યા ૯.૪૩ કરોડ હતી, જે ઓક્ટોબરમાં ૯.૪૫ કરોડ કરતા થોડી ઓછી હતી. સિપ હેઠળ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) મહિના દરમિયાન વધીને રૂ.૧૬.૫૩ લાખ કરોડ થઈ હતી. એકંદરે, એપ્રિલથી નવેમ્બર દરમિયાન સિપ ઇનફ્લોમાં આશરે ૧૦.૫૬% નો વધારો થયો છે.
સિપમાં માસિક રોકાણ
|
રોકાણ (રૃ. કરોડ) |
મહિનો |
|
૨૬,૬૩૨ |
એપ્રિલ |
|
૨૬,૬૮૮ |
મે |
|
૨૭,૨૬૯ |
જૂન |
|
૨૮,૪૬૪ |
જુલાઈ |
|
૨૮,૨૬૫ |
ઓગસ્ટ |
|
૨૯,૩૬૧ |
સપ્ટેમ્બર |
|
૨૯,૫૨૯ |
ઓક્ટોબર |
|
૨૯,૪૪૫ |
નવેમ્બર |

