Get The App

ભારત સહિત ઊભરતી બજારો વિકસિત દેશો કરતા સારી કામગીરી બજાવશે

- ગોલ્ડમેન દ્વારા આગામી વર્ષ માટે ભારતનો જીડીપી અંદાજ ૬.૭૦ ટકા જ્યારે વિશ્વનો ૨.૮૦ ટકા મુકાયો

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
ભારત સહિત ઊભરતી બજારો  વિકસિત દેશો કરતા સારી કામગીરી બજાવશે 1 - image

મુંબઈ : ભારત સહિતની ઊભરતી બજારો ૨૦૨૬માં વિકસિત બજારો કરતા સારી કામગીરી બજાવશે. મજબૂત ઘરેલુ માગ અને સાનુકૂળ માળખાકીય સ્થિતિને પરિણામે ઊભરી રહેલી બજારોની કામગીરી સારી જોવા મળી રહી છે, એમ ગોલ્ડમેન સાક્સના એક રિપોર્ટમાં જણાવાયું છે.

૨૦૨૬માં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૭૦ ટકા જ્યારે ૨૦૨૭માં ૬.૮૦ ટકા રહેવા અંદાજ મુકાયો છે. વિશ્વના મોટા અર્થતંત્રોમાં ભારત સૌથી ઝડપથી વિકસતો દેશ હશે.

વિશ્વનો આર્થિક વિકાસ દર ૨૦૨૬માં ૨.૮૦ ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી છે. અનેક દેશોમાં સ્થિર ફુગાવો તથા હળવી નાણાં સ્થિતિને ધ્યાનમાં રાખી ગોલ્ડમેનનો આ અંદાજ આવી પડયો છે. 

વેરામાં કપાત, ટેરિફમાં ઘટાડા તથા સરળ નાણાં સ્થિતિને કારણે અમેરિકાનો વિકાસ દર ૨.૬૦ ટકા રહેવા અંદાજાયો છે. દરમિયાન ચીનનો જીડીપી અંદાજ ૨૦૨૬ માટે ૪.૮૦ ટકા અને ૨૦૨૭ માટે ૪.૭૦ ટકા મુકાયો છે. 

ઘરઆંગણે મજબૂત ઉપભોગ, માળખાકીય ખર્ચમાં વધારા તથા નિકાસ પર આધારિત અર્થતંત્રોની સરખામણીએ ભારતને વૈશ્વિક વેપારમાં ઓછી ખલેલને ધ્યાનમાં રાખી ભારતના આર્થિક વિકાસ દરની ધારણાં ઊંચી મૂકવામાં આવી છે.

અમેરિકા તથા યુરોપ જેવા વિકસિત દેશોમાં વિકાસ દર મધ્યમ રહેવાની શકયતા છે ત્યારે ભારત જેવા ઊભરતા દેશો વૈશ્વિક વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવશે એમ પણ રિપોર્ટમાં નોંધ કરવામાં આવી છે.