Business

ઈલોન મસ્કના 14 બાળકો અને શિવોન ઝિલિસના સિક્રેટ્સ: કોર્ટમાં મસ્કની જિંદગીના ચોંકાવનારા ખુલાસા!

By GS Team
7 May 20263 mins read
TukuTouch Logo
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની અંગત જિંદગી હંમેશા ચર્ચામાં રહે છે. મસ્ક અત્યાર સુધીમાં ચાર અલગ-અલગ મહિલાઓ દ્વારા 14 બાળકોના પિતા બની ચૂક્યા છે. આ યાદીમાં શિવોન ઝિલિસનું નામ અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે. હાલમાં ચાલી રહેલા મસ્ક વિરુદ્ધ ઓપનએઆઈ(OpenAI) કેસમાં જુબાની આપતી વખતે ઝિલિસ દ્વારા તેમના રહસ્યમય અને જટિલ સંબંધો પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈલોન મસ્કના 14 બાળકો અને શિવોન ઝિલિસના સિક્રેટ્સ: કોર્ટમાં મસ્કની જિંદગીના ચોંકાવનારા ખુલાસા!

Elon Musk and Shivon Zilis Relationship: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની અંગત જિંદગી હંમેશા ચર્ચામાં રહે છે. મસ્ક અત્યાર સુધીમાં ચાર અલગ-અલગ મહિલાઓ દ્વારા 14 બાળકોના પિતા બની ચૂક્યા છે. આ યાદીમાં શિવોન ઝિલિસનું નામ અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે. હાલમાં ચાલી રહેલા મસ્ક વિરુદ્ધ ઓપનએઆઈ(OpenAI) કેસમાં જુબાની આપતી વખતે ઝિલિસ દ્વારા તેમના રહસ્યમય અને જટિલ સંબંધો પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે.

ઓપનએઆઈ કેસમાં શિવોન ઝિલિસની ભૂમિકા

શિવોન ઝિલિસની OpenAIમાં સફર વર્ષ 2016થી શરૂ થઈ હતી અને તે 2023 સુધી ત્યાં કાર્યરત રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. અત્યારે ઈલોન મસ્કે ઓપનએઆઈના અન્ય સહ-સ્થાપકો સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બ્રોકમેન પર એક ગંભીર કાયદેસરનો કેસ કર્યો છે. મસ્કનો આરોપ છે કે આ લોકોએ સંસ્થાને બિન-લાભકારી (non-profit)માંથી બદલીને ગેરકાયદેસર રીતે નફા માટે કામ કરતી કંપની (for-profit) બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ કાનૂની લડાઈમાં OpenAIના વકીલો એવો દાવો કરી રહ્યા છે કે ઝિલિસ કદાચ મસ્ક માટે જાસૂસ તરીકે માહિતી પૂરી પાડતા હતા. આ જ કારણ છે કે વર્તમાન ટ્રાયલ દરમિયાન ઝિલિસની જુબાની આખા કેસનું પાસું પલટી શકે તેટલી મહત્ત્વની બની ગઈ છે.

સંબંધોની શરૂઆત અને મિત્રતા

શિવોન ઝિલિસે કોર્ટમાં આપેલી જુબાની અનુસાર, ઈલોન મસ્ક સાથેના તેમના સંબંધોની શરૂઆત વર્ષ 2016માં એક કોર્પોરેટ ઈવેન્ટ દરમિયાન થઈ હતી, જે સમય જતાં ગાઢ મિત્રતામાં પરિણમી હતી. વર્ષ 2020માં જ્યારે ઝિલિસ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને પરંપરાગત રીતે માતા બનવામાં મુશ્કેલી અનુભવતા હતા, ત્યારે મસ્કે તેમને પિતૃત્વ માટે 'પ્લેટોનિક' ઓફર આપી હતી. ઝિલિસે આ દરખાસ્તનો સ્વીકાર કર્યો અને વર્ષ 2021માં  IVF પદ્ધતિ દ્વારા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. શરૂઆતમાં થયેલા કરાર મુજબ મસ્કનું પિતૃત્વ ગુપ્ત રાખવાનું નક્કી થયું હતું અને બાળકોના રોજના જીવનમાં પણ તેમની ભૂમિકા મર્યાદિત રહેવાની હતી.

ભારત સાથેનું જોડાણ અને વધતી જતી નિકટતા

કેનેડિયન પિતા અને હિન્દુ માતાના સંતાન એવા શિવોન ઝિલિસનું ભારત સાથે ખાસ જોડાણ છે. ફેબ્રુઆરી 2026માં જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મસ્કની મુલાકાતો વધી, ત્યારે ઝિલિસ પણ તેમની સાથે જોવા મળ્યા હતા. એટલું જ નહીં, ફેબ્રુઆરી 2025માં જ્યારે મસ્ક વોશિંગ્ટનમાં પીએમ મોદીને મળ્યા હતા, ત્યારે પણ ઝિલિસ તેમની સાથે હતા.

આ પણ વાંચો: SBI ગ્રાહકો માટે મોટા સમાચાર: 25 અને 26 મેના રોજ બેંક હડતાળ, 16 માંગણીઓ સાથે કર્મચારીઓ ઉતરશે મેદાને

હાલ સાથે રહે છે મસ્ક અને ઝિલિસ

શિવોન ઝિલિસે કોર્ટમાં મહત્ત્વનો ખુલાસો કરતા જણાવ્યું કે, અત્યારે ઈલોન મસ્ક તેમના ચારેય બાળકોના ઉછેરમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ દર અઠવાડિયે ઘણા કલાકો સાથે વિતાવે છે અને મુસાફરી દરમિયાન તેમજ ઓસ્ટિનમાં પણ સાથે જ રહે છે. ખુદ ઈલોન મસ્કે પણ પોતાની જુબાનીમાં ઝિલિસને તેના બાળકોની માતા તરીકે સ્વીકારી છે અને પુષ્ટિ કરી છે કે તેઓ હાલમાં સાથે રહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં OpenAI છોડ્યા બાદ, ઝિલિસ અત્યારે મસ્કની સ્ટાર્ટઅપ કંપની ન્યુરાલિંક (Neuralink)માં એક્ઝિક્યુટિવ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે.