Get The App

દેશમાં નેપાળ પછી હવે મલેશિયાથી ખાદ્યતેલોની આયાતમાં નોંધપાત્ર વૃધ્ધિ થવાની શક્યતા

- વિશ્વ બજાર ઉછળી : પામતેલની ઈમ્પોર્ટ ડયુટીમાં કરાયેલો ઘટાડો

Updated: Jan 2nd, 2020

GS TEAM

Google News
Google News
દેશમાં નેપાળ પછી હવે મલેશિયાથી ખાદ્યતેલોની આયાતમાં નોંધપાત્ર વૃધ્ધિ થવાની શક્યતા 1 - image

મુંબઈ, તા. 02 જાન્યુઆરી 2020, ગુરુવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે પામતેલની આગેવાની હેઠળ વિવિધ આયાતી ખાદ્યતેલોમાં  રેકોર્ડ તેજી આગળ વધી હતી. દરમિયાન, વાયદા બજારમાં  આજે સતત બીજા દિવસે ભાવમાં અફડાતફડી ચાલુ રહેતાં  ખેલાડીઓ આશ્ચર્ય અનુભવી રહ્યા હતા.  વિશ્વ બજારના સમાચાર તેજી આવતા હતા. ઘરઆંગણે આયાતકારો માટે સરકારે ડોલરના કસ્ટમ એકસ.ના દર રૂ.૭૧.૯૦ વાળા વધારી રૂ.૭૨.૧૫ કર્યાના સમાચાર હતા. 

આના પગલે  દેશમાં  આયાત થતા વિવિધ ખાદ્યતેલોની   ઈફેકટીવ   ઈમ્પોર્ટ  ડયુટીમાં   વૃદ્ધી થઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આવી અસરકારક આયાત જકાત ક્રૂડ પામ ઓઈલ સીપીઓની ટનદીઠ રૂ.૭૬થી ૭૭ જેટલી વધી છે. જ્યારે  પામોલીનની રૂ.૯૪થી ૯૫ જેટલી વધી છે જ્યારે સોયાતેલની રૂ.૮૧થી ૮૨ જેટલી વધી છે.

એશિયન કરાર તથા ઈન્ડિયા-મલેશિયા કોમ્પ્રીહેન્સીવ ઈકોનોમિક કો-ઓપરેશન એગ્રીમેન્ટ હેઠળ ભારત સરકારે આવી આયાત જકાતમાં ઘટાડો  કર્યો હોવાનું  બજારના   જાણકારોએ જણાવ્યું હતું. આ તરફ ભારતમાં નેપાળ ખાતેથી પણ જકાત મુક્ત ખાદ્યતેલોની આયાત વધી છે. નવેમ્બરમાં દેશમાં નેપાલતી આવા આયાત વધી ૨૫થી ૨૬ હજાર ટન થયા પછી  ડિસેમ્બરમાં  આવી આયાત વધુ વધી ૨૯થી ૩૦ હજાર ટન આવ્યાના સમાચાર મળ્યા છે.

દરમિયાન,  ભારતમાં આયાત જકાત ઘટતાં મલેશિયાની બજાર આજે  વધુ ઉછળી હતી, મલેશિયામાં  આજે પામતેલનો વાયદો એક તબક્કે વધી  ૯૦થી ૯૧ પોઈન્ટ પ્લસમાં રહ્યા પછી સાંજે ભાવ ૮૪, ૭૫, ૭૪, તથા ૭૧ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યા હતા. પામ પ્રોડકટના ભાવ પાંચથી સાડા સાત ડોલર ઉછળ્યા હતા. 

ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂ.૮૧૫ રહ્યા હતા વાયદા બજારમાં આજે સીપીઓના ભાવ રૂ.૮૦૪.૧૦ રહ્યા પછી ઉંચામાં રૂ.૮૧૭.૮૦ થઈ સાંજે  ભાવ રૂ.૮૧૩.૩૦ રહ્યા હતા જ્યારે  સોયાતેલ વાયદાના ભાવ નીચામાં રૂ.૯૩૫.૪૦ રહ્યા પછી  ઉંચામાં રૂ.૯૪૭.૪૦ થઈ સાંજે ભાવ રૂ.૯૪૧ રહ્યા હતા. 

મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સોયાતેલના ડિગમના રૂ.૯૦૦ તથા રિફા.ના રૂ.૯૩૦થી ૯૩૫ રહ્યા હતા. જ્યારે સનફલાવરના ભાવ રૂ.૯૦૦ તથા રિફા.ના રૂ.૯૪૦ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૯૫૦ તથા કોપરેલના રૂ.૧૩૨૦ રહ્યા હતા. સિંગતેલના ભાવ રૂ.૧૧૮૦ જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૧૧૪૦ તથા ૧૫ કિલોના રૂ.૧૮૩૦થી ૧૮૪૦ રહ્યા હતા  જ્યારે કોટન વોશ્ડના ભાવ રૂ.૮૭૦થી ૮૭૩ જ્યારે મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૯૨૦ રહ્યા હતા.


Tags :