Get The App

અર્થતંત્રમાં સુસ્તી યથાવત્, બીજા ક્વાર્ટરમાં GDP ઘટીને 4.5% થઈ

Updated: Nov 29th, 2019

GS TEAM

Google News
Google News
અર્થતંત્રમાં સુસ્તી યથાવત્, બીજા ક્વાર્ટરમાં GDP ઘટીને 4.5% થઈ 1 - image

નવી દિલ્હી, તા. 29 નવેમ્બર 2019, શુક્રવાર

ભારતીય અર્થતંત્રમાં સુસ્તીના દૌરમાંથી પસાર થઈ રહી છે ત્યારે અર્થતંત્રને વધુ એક ઝટકો લાગ્યો છે. ચાલુ નાણાંકિય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતના વિકાસ દરમાં ઘટાડો નોંધાયો છે. હવે GDPનો આંક 4.5% પહોંચ્યો છે જે લગભગ 7 વર્ષમાં કોઈ એક ક્વાર્ટરમાં સૌથી મોટો ઘટાડો છે. આ પહેલાં માર્ચ 2013ના ક્વાર્ટરમાં દેશનો GDP દર આ સ્તરે હતો.

ચાલુ નાણાંકિય વર્ષના પહેલાં ક્વાર્ટરમાં GDP દર 5% હતો. તે જોતા માત્ર 3 મહિનાની અંદર GDP દરમાં 0.5%નો ઘટાડો નોંધાયો છે. નાણાંકિય વર્ષ 2020ના પહેલા ક્વાર્ટરમાં GDP ઘટીને 5% આવી ગયો હતો. સપ્ટેમ્બરમાં સતત છઠ્ઠા ક્વાર્ટરમાં GDPના આંકડામાં ઘટાડો આવ્યો છે. વર્ષ 2019ના પહેલાં ક્વાર્ટરમાં ગ્રોથ રેટ 8%, બીજા ક્વાર્ટરમાં 7%, ત્રીજા ક્વાર્ટરમાં 6.6% અને ચોથા ક્વાર્ટરમાં 5.8% પર હતો.

આ વચ્ચે કોર ઈન્ડસ્ટ્રીના પણ આંકડાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે. સરકારના તાજા આંકડાઓ પ્રમાણે એક વર્ષ પહેલાની સરખામણીએ કોર સેક્ટરમાં 5.8%નો ઘટાડો આવ્યો છે. નોંધનીય છે કે, કોર સેક્ટરના 8 મુખ્ય ઉદ્યોગોમાં કોલસો, ક્રુડ, ઓઈલ, નેચરલ ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઈઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઈલેક્ટ્રિસિટી આવે છે.

નાણાંકિય ખોટના મોર્ચે પણ સરકારને આંચકો લાગ્યો છે. ચાલૂ નાણાંકિય વર્ષ પહેલા 7 મહિના નાણાંકિય ખોટ લક્ષ્યથી વધારે 7.2 ટ્રીલિયન રૂપિયા રહી. જ્યારે એપ્રીલ થી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન સરકારને 6.83 ટ્રિલિયન રૂપિયાનું રેવન્યૂ મળી જ્યારે ખર્ચ 16.55 ટ્રિલિયન રૂપિયા રહ્યો.
Tags :