Get The App

ક્રૂડતેલમાં ઉત્પાદન કાપની આશા છતાં ભાવ તૂટયા

- અમેરિકામાં જોબલેસ કલેઈમ્સ ઘટી નવ મહિનાના તળિયે ઉતરતાં વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાયો: કોપરમાં ઉભરા જેવા નિવડેલા ઉછાળા

- ડોલર ઉછળતાં સોના-ચાંદીમાં આગેકૂચ

Updated: Feb 7th, 2020

GS TEAM

Google News
Google News
ક્રૂડતેલમાં ઉત્પાદન કાપની આશા છતાં ભાવ તૂટયા 1 - image

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 07 ફેબુ્રઆરી 2020, શુક્રવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં  તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર  જોકે વધ્યા મથાળે બેતરફી વધઘટ બતાવી રહ્યા હતા જ્યારે  ઘરઆંગણે આજે કરન્સી બજારમાં  રૂપિયો ગબડતાં   તથા ડોલરના ભાવ ઉછળતાં  ઘરઆંગણે આજે કરન્સી બજારમાં  રૂપિયો ગબડતાં  તથા ડોલરના ભાવ ઉછળતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓના ભાવ  ઉછળતા રહ્યા હોવાનું   બજારના જાણકારોએ જણાવ્યું હતું.  વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકામાં  બેરોજગારીના દાવાઓ જોબલેસ કલેઈમ્સ ૧૫ હજાર ઘટી  ૨ લાખ ૨ હજાર  આવતાં આવા  દાવાઓ  ઘટી  ૯ મહિનાના નવા નીચા તળિયે  ઉતર્યાના  નિર્દેશો હતા ત્યાં  આવા દાવાઓ ઘટતાં જોબ માર્કેટ  મજબૂત બન્યાના નિર્દેશો હતા. 

આ ઉપરાંત  અમેરિકાના પ્રમુખ ઈમ્પીચમેન્ટમાંથી સરળતાપૂર્વક બહાર આવતાં  તેના પગલે પણ વિશ્વ બજારમાં  ડોલરમાં મજબૂતાઈ જોવા મળી હતી. મુંબઈ કરન્સી બજારમાં  આજે ડોલરના ભાવ ૨૦ પૈસા વધી રૂ.૭૧.૪૦ રહ્યા હતા.  મુંબઈ શેરબજારમાં  આજે તેજીને બ્રેક લાગી બજાર નીચી આવતાં તેની અસરે પણે કરન્સી બજારમાં આજે રૂપિયો ઘટયાનું જાણકારોએ જણાવ્યું હતું. 

દરમિયાન, બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે આંચકા પચાવી ૭ પૈસા વધી  રૂ.૯૨.૩૬થી ૯૨.૩૭  રહ્યા હતા.   જ્યારે યુરોના ભાવ  ૬ પૈસા ઘટી રૂ.૩૮.૨૩થી ૩૮.૨૪  રહ્યા હતા.

 મુંબઈ ઝવેરી બજારમાં  આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૪૦૩૩૬ વાળા રૂ.૪૦૫૦૩ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૦૪૯૮ વાળા રૂ.૪૦૬૬૬ રહ્યા હતા.  જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  મુંબઈ કરન્સી બજારમાં આજે  ડોલરના ભાવ ઉંચામાં  રૂ.૭૧.૫૦ થયા પછી રૂ.૭૧.૪૦ બંધ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર ૯૯૯ના રૂ.૪૬૧૫૫ વાળા રૂ.૪૬૨૩૦ બંધ રહ્યા પછી  સાંજે ભાવ રૂ.૪૬૧૫૦થી ૪૬૨૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ઉંચામાં ૧૫૭૦.૧૦ ડોલર તથા નીચામાં  ૧૫૬૩.૧૦ ડોલર થઈ સાંજે ભાવ ૧૫૬૬.૬૦ ડોલર  રહ્યા હતા.   સોના પાછળ વિશ્વ બજારમાં  ચાંદીના ભાવ ઉંચામાં આજે ઔંશના ૧૭.૮૮ ડોલર તથા નીચામાં ૧૭.૬૭ ડોલર થઈ સાંજે ભાવ ૧૭.૭૨ ડોલર રહ્યાના સમાચાર હતા. 

દરમિયાન, અમેરિકામાં જાન્યુ.ના જોબગ્રોથના ટાડા આવે એ પૂર્વે  અમેરિકાના શેરબજારો આજે સાંજે  નરમ રહ્યા હતા.   જ્યારે બોન્ડ તથા ટ્રીઝરની ભવા ઉંચા ગયા હતા. વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે  વધતા અટકી ફરી ગબડતાં ન્યુયોર્ક  વાયદાના ભાવ સાંજે આશરે સવા ટકો માઈનસમાં  બોલાતા થયાના સમાચાર હતા. 

લંડન બજારમાં આજે  કોપરના ભાવ  ટનના ૩ મહિનાની ડિલીવરીના  ૫૭૧૦થી ૫૭૧૫  ડોલરવાળા  ઘટી ૫૭૦૦ની અંદર ઉતરી  ૫૬૭૫થી ૫૬૮૦ ડોલર રહ્યાના સમાચાર હતા.  ત્યાં આજે કોપરનો  સ્ટોક ૩૨૭૫ ટન ઘટયો હતો.  ત્યાં કોપર ઉપરાંત એલ્યુમિનિયમનોસ્ટોક ૧૪૦૦ ટન ઘટયો હતો જ્યારે નિકલનો સ્ટોક ૩૫૨૨ ટન, જસતનો  ૪૭૨૫ ટન તથા સીસાનો ૭૫ ટન વધ્યો હતો. ટીનનો સ્ટોક ૨૦ ટન ઘટયાના વાવડ હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ આશરે બે ટકા ઘટી ઔંશના  સાંજે ૯૭૦.૪૦થી ૯૭૦.૫૦  ડોલર રહ્યા હતા.  જ્યારે પેલેડીયમના  ભાવ આશરે ૪ ટકા ગબડી  ૨૩૧૫.૩૦થી ૨૩૧૫.૪૦ ડોલર રહ્યા હતા.   ક્રૂડતેલના ભાવ આજે સાંજે  આશરે પોણો ટકો  નરમ બોલાઈ રહ્યા હતા. 

 ન્યુયોર્ક ક્રૂડના  ભાવ આજે  સાંજે બેરલના ૫૧ ડોલરની અંદર ઉતરી ૫૦.૫૫થી ૫૦.૬૦ ડોલર રહ્યા હતા જ્યારે  બ્રેન્ટ ક્રૂડના ભાવ ૫૫ ડોલરની અંદર  ઉતરી સાંજે ભાવ રૂ.૫૪.૫૫થી ૫૪.૬૦ ડોલર રહ્યા હતા.  ક્રૂડના વિવિધ ઉત્પાદક દેશો દ્વારા આગળ ઉપર ક્યારે અને કેટલો ઉત્પાદન કાપ નક્કી કરે છે તેના પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી.

Tags :