Get The App

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા 1 - image

- ઈરાન તથા અમેરિકા વચ્ચે યુદ્ધની મડાગાંઠ ઉકેલાઈ જવાની આશા

- જોકે કરન્સી બજારમાં રૂપિયો ઉછળતાં ઘરઆંગણે ઝવેરી બજારમાં ભાખ્ખ  વૃદ્ધિ સિમિત રહી: પ્લેટીનમના ભાવ રૂ.2000 ગબડયા

- સોનું-1,63,500 ચાંદી -2,65,000

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા. વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં કિંમતી ધાતુઓના ભાવ ઉછળ્યા હતા. જોકે મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયો ઉછળથાં તથા રૂપિયા સામે ડોલરના ભાવ ગબડતાં દેશના ઝવેરી બજારોમાં કિંમતી ધાતુઓમાં ભાવ ઉછાળો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. 

 દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ વધ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ ઉછળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૦૯થી ૪૫૧૦ ડોલરવાળા ઉછળી ઉંચામાં ભાવ ૪૫૮૦ થઈ ૪૫૬૬થી ૪૫૬૭ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી વધ્યાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, ઈરાન તથા અમેરિકા વચ્ચે યુદ્ધ શાંતિની આશા વધતાં વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઝડપી ૬ ટકા તૂટી ગયા હતા. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૧૦૩.૫૪ વાળા નીચામાં ભાવ ૯૬.૯૦ થઈ ૯૭.૬૬ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૯૯.૪૩ વાળા નીચામાં ભાવ ૯૦.૩૨ થઈ ૯૧.૦૭ ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજારમાં આજે સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૭૫.૫૪ વાળા ઉંચામાં ભાવ ૭૮.૮૨ થઈ ૭૭.૮૮થી ૭૭.૮૯ ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૬૩૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૩૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૬૫૦૦૦ રહ્યા હતા.