Get The App

બંધ બજારે ઘરઆંગણે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ ધપતી સતત તેજીની ચાલ

- પામતેલ વધુ ઉછળ્યું : સોયાતેલ તથા સનફલાવરના ભાવ વધી રૂ.૯૦૦ નજીક પહોંચ્યા

Updated: Dec 25th, 2019

GS TEAM

Google News
Google News
બંધ બજારે ઘરઆંગણે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ ધપતી સતત તેજીની ચાલ 1 - image

મુંબઈ,બુધવાર

મુંબઈ તેલ-બિયાં બજાર આજે નાતાલના કારણે સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા.  વિશ્વ બજારના ઓવરનાઈટ સમાચાર પણ પ્રોત્સાહક હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૯થી ૧૧ પોઈન્ટ ઉંચકાયો હતો જ્યારે ત્યાં  સોયાબીનનો વાયદો રાત્રે ૨૪થી ૩૦ પોઈન્ટ ઉછળ્યો હતો.

વિશ્વ બજાર ઉંચી જતાં તથા ઘરઆંગણે રૂપિયા સામે ડોલરના ભાવ પણ ઉંચા રહેતાં ઘરઆંગણે આયાતી ખાદ્યતેલોની આયાત પડતર ઉંચી ગઈ છે સામે બજારભાવ હજી પણ આયાત પડતર કરતાં નીચા રહેતાં  બજારના  આંતરપ્રવાહગો મક્કમ રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું.

પામતેલના ભાવ આજે મુંબઈ બજારમાં હાજરમાં ૧૦ કિલોના હવાલા રિસેલના રૂ.૮૦૮ વાળા વધી રૂ.૮૧૩ રહ્યા હતા જ્યારે  જેએનપીટીના ભાવ રૂ.૮૦૦ વાળા ૮૦૬ બોલાઈ રહ્યા હતા.  જોકે હોલીડે  મુડ વચ્ચે આજે બજારમાં  નવા વેપારો પાંખા રહ્યા હતા.

પામતેલમાં  રિફાઈનરીઓના ડાયરેકટ  ડિલીવરીના ભવા નોંધપાત્ર ઊંચા રહ્યા છે  અને હવે હવાલા રિસેલમાં  ડયુ-ડેટના   માલો  મોટાભાગના  વેંચાઈ ગયા છે એ જોતાં હવે બજાર ભાવ વધુ ઉંચા જવાની શક્યતા  જાણકારોએ આજે બતાવી  રહ્યા હતા.  દરમિયાન ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ આજે  રૂ.૭૪૭ વાળા રૂ.૭૫૦ રહ્યા હતા.

દરમિયાન મુંબઈ બજારમાં આજે  ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૧૩૫ વાળા રૂ.૧૧૪૦ રહ્યા હતા.  જ્યારે રાજકોટ  બાજુ ભાવ વધી રૂ.૧૧૧૦થી ૧૧૨૫ તથા ૧૫ કિલોના રૂ.૧૮૧૦ રહ્યાના સમાચાર હતા.  ત્યાં કોટન વોશ્ડના  ભાવ રૂ.૮૨૫થી ૮૩૦ વાળા વધી રૂ.૮૩૦થી ૮૩૫  રહ્યા હતા  સામે

મુંબઈ બજારમાં  આજે કપાસિયા તેલના ભાવ રૂ.૮૭૦ વાળા ૮૭૫ બોલાયા હતા.  દરમિયાન સોયાતેલના ભાવ ડિગમના રૂ.૮૬૦ વાળા ૮૭૦ જ્યારે  રિફા.ના રૂ.૮૮૦ વાળા રૂ.૮૮૫ રહ્યા હતા.  સનફલાવરના ભાવ રૂ.૮૬૦ વાળા રૂ.૮૬૫ જ્યારે રિફા.ના રૂ.૮૮૫ વાળા ૮૯૫ રહ્યા હતા.   મસ્ટર્ડના ભાવ રૂ.૯૧૦ બોલાઆ રહ્યા હતા.  

દરમિયાન, ઘરઆંગણે આજે મગફળીની આવકો સવારે ગોંડલ બાજુ  આશરે ૨૫ હજાર  ગુણી તથા રાજકોટ બાજુ આશરે  ૫૫ હજાર ગુણી નોંધાઈ હતી તથા  મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૫૦થી ૯૭૫ રહ્યાના સમાચાર હતા.

Tags :