ચીન અમેરિકા વેપાર કરારથી તાણ ઓછી થશે પરંતુ શંકાઓ યથાવત
- માળખાકીય આિાૃર્થક મુદ્દાઓ હજુ ઉકેલાયા નહીં હોવાનો મત
મુંબઈ, તા. 16 જાન્યુઆરી 2020, ગુરૂવાર
ચીન તથા અમેરિકા વચ્ચે બુધવારે થયેલા કરાર પ્રમાણે, કેટલાક ટેરિફ્સ પાછા ખેંચવાની સામે ચીન અમેરિકાના પ્રોડકટસ પાછળ પોતાના ખર્ચમાં વધારો કરશે. આ કરાર સાથે બન્ને દેશો વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલું વેપાર યુદ્ધ સમી જવાની તૈયારીમાં છે.
બન્ને દેશો વચ્ચેનું આ ડીલ પાયાભૂત આર્થિક મુદ્દાઓ ઉકેલવામાં નિષ્ફળ રહ્યું છે. જેવા કે ટેરિફની નાબુદી જેને કારણે વૈશ્વિક અર્થતંત્ર મંદ પડયું છે. આ ઉપરાંત ઊંચા ખરીદી ટાર્ગેટસ પણ અવ્યવહારુ જણાય રહ્યા છે એમ ઉદ્યોગો અને એનાલિસ્ટો માની રહ્યા છે.
કરાર પ્રમાણે ચીને આગામી બે વર્ષમાં ૨૦૦ અબજ ડોલરના અમેરિકાના ફાર્મ પ્રોડકટસની ખરીદી કરવાની રહેશે. ૨૦૧૭માં ખરીદીમાં ૧૮૬ અબજ ડોલરની બેઝલાઈન રહી હતી. અમેરિકાની ફાર્મ નિકાસો પર લાગુ કરાયેલા પ્રત્યાઘાતી ટેરિફસ પાછા ખેંચાયા નથી, જેને કારણે ખેડૂતોએ ચીનના માલની ખરીદી પર આધાર રાખતા રહેવું પડશે. આ ઉપરાંત મોટા માળખાકીય ફેરબદલોને પણ ઉકેલવામાં આવ્યા નથી એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.