મુંબઈ, તા. 01 ફેબુ્રઆરી, 2020, શનિવાર
નાણાં વર્ષ ૨૦૨૦-૨૧ના ભારતના આર્થિક વિકાસ દર તથા રાજકોષિય ખાધના ટાર્ગેટને સિદ્ધ કરવાનું પડકારરૃપ બની રહેશે, એમ સરકારે દેશના અર્થતંત્રને વેગ આપવા રજુ કરેલા બજેટ બાદ મૂડી'સના એનાલિસ્ટે જણાવ્યું હતું.
માર્ચ ૨૦૨૧ના અંતે પૂરા થનારા વર્ષ માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને રાજકોષિય ખાધનો ટાર્ગેટ જીડીપીના ૩.૫૦ ટકા મૂકયો છે અને નોમિનલ જીડીપીનો દર ૧૦ ટકા રહેવા ધારણાં મૂકી છે. વર્તમાન નાણાં વર્ષ માટે નોમિનલ જીડીપીનો દર ૧૨ ટકા મુકાયો હતો.
અગાઉ અમે જેવી રાજકોષિય મજબૂતાઈ ધારતા હતા તેવી મજબૂતાઈ એકંદરે હાલમાં જોવા મળતી નથીએમ મૂડી'સ ઈન્વેસ્ટર સર્વિસના એક એનાલિસ્ટે જણાવ્યું હતું. આ ઉપરાંત નોમિનલ જીડીપીનો દર ૧૦ ટકા રહેવાની ધારણાં પડકારરૃપ બની રહેશે અને આને પરિણામે કેટલાક રાજકોષિય પડકારો ઊભા થશે.
દેશના આર્થિક વિકાસ દરને વધારવા નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કૃષિ ક્ષેત્રમાં ૪૦ અબજ ડોલર ઠાલવવાની વાત કરી છે. માગમાં ઘટાડાને કારણે ભારતનો આર્થિક વિકાસ દર સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ઘટીને ૪.૫૦ ટકા પર આવી ગયો છે, જેને કારણે કંપનીઓને ઉત્પાદન તથા રોજગાર પર કાપ મૂકવાની ફરજ પડી છે.
જીડીપી વૃદ્ધિની દ્રષ્ટિએ અમે મંદ ગતિ જોઈ રહ્યા છીએ. ૨૦૨૦ની સરખામણીએ આગામી નાણાં વર્ષમાં અમે રિઅલ ગ્રોથ સાધારણ ઊંચો રહેવાની ધારણાં રાખીએ છીએ. જો કે આ બજેટ દરખાસ્તો છતાં, મૂડી'સે ભારત માટેનું તેનું રેટિંગ બીએએ૨ સાથે નેગેટિવ આઉટલુક જાળવી રાખ્યું છે.
દરમિયાન વિકાસને વેગ આપવા બજેટમાં જોરદાર દરખાસ્તો આવશે તેવી અપેક્ષા ફળીભૂત થઈ નથી એમ કેર રેટિંગ્સે જણાવ્યું હતું.
નાણાં પ્રધાને તેમની પાસે ઉપલબ્ધ બજેટરી આંકડાઓ સુધી સીમિત રહીને ખર્ચની જોગવાઈઓ કરવાની કસરત ઔકરી છે.


