Get The App

કેન્દ્ર સરકારના કમર્ચારીઓ માટે મોટી જાહેરાતની શક્યતા, મોંઘવારી ભથ્થું 4% વધી શકે

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
કેન્દ્ર સરકારના કમર્ચારીઓ માટે મોટી જાહેરાતની શક્યતા, મોંઘવારી ભથ્થું 4% વધી શકે 1 - image


DA News: મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાના વધારાનો લાભ મળી શકે છે. તાજેતરના ફુગાવાના ડેટા પર આધારિત અહેવાલોમાં આ અંગે જણાવવામાં આવ્યું છે. આ વધારા બાદ મોંઘવારી ભથ્થું વર્તમાન 55 ટકાથી વધીને 59 ટકા થશે. મોંઘવારી ભથ્થામાં આ વધારો જુલાઈથી અમલમાં આવશે, પરંતુ તેની સત્તાવાર જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરવામાં આવી શકે છે.

ફુગાવાના આધારે મોંઘવારી ભથ્થું વધી 59% થશે 

મોંઘવારી ભથ્થા (DA)ની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ (AICPI-IW) ના આધારે કરવામાં આવે છે. મે 2025માં આ ઈન્ડેક્સ 0.5 ટકા વધીને 144 થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે. માર્ચ 2025માં તે 143, એપ્રિલમાં 143.5 અને હવે મે 2025માં 144 થશે. જો ઈન્ડેક્સમાં વધારો ચાલુ રહે અને જૂનમાં તે 144.5 સુધી પહોંચે, તો ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ (AICPI-IW) ની 12 મહિનાની સરેરાશ 144.19 ની આસપાસ પહોંચવાની ધારણા છે. જ્યારે તેને 7મા પગાર પંચના ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સમાયોજિત કરવામાં આવે છે, ત્યારે DA  58.85 ટકા સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં, સરકાર જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થું વધારીને 59 ટકા કરી શકે છે.

આ પણ વાંચોઃ UPIની લોકપ્રિયતા સામે રિઝર્વ બેન્કની ડિજિટલ કરન્સી નિષ્ફળ, એમ.એસ. યુનિ.ના પ્રોફેસરનું રિસર્ચ

ઓક્ટોબર સુધીમાં થઈ શકે છે જાહેરાત

મોંઘવારી ભથ્થું (DA) વર્ષમાં બે વાર વધારવામાં આવે છે. આ સુધારો સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈમાં થાય છે. મોંઘવારી ભથ્થું ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ (AICPI-IW) ની 12 મહિનાની સરેરાશના આધારે નક્કી કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થામાં વધારો જુલાઈથી અમલમાં આવશે, પરંતુ સામાન્ય રીતે તેની જાહેરાત મોડેથી કરવામાં આવે છે. પાછલા વર્ષોમાં, સરકારે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં તહેવારોની સીઝન દરમિયાન મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી હતી. આ વર્ષે પણ, દિવાળીની આસપાસ તેની જાહેરાત થઈ શકે છે. સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં આ અંતિમ વધારો હશે, કારણ કે તેનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થાય છે. સરકારે આ વર્ષની શરૂઆતમાં આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી, પરંતુ તેમાં કોઈ વધુ પ્રગતિ થઈ નથી. સરકારે હજુ સુધી નવા કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરી નથી.

કેન્દ્ર સરકારના કમર્ચારીઓ માટે મોટી જાહેરાતની શક્યતા, મોંઘવારી ભથ્થું 4% વધી શકે 2 - image

Tags :