Business

સોના-ચાંદી તથા પ્લેટીનમમાં મંદીને બ્રેક: ક્રૂડમાં પુન: આગેકૂચ

By GS Team
17 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો હતો. અમદાવાદમાં સોનું રૂ.1000 અને ચાંદી રૂ.2000 વધી હતી. વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સ ઘટતાં સોનામાં ફંડો ફરી દાખલ થયા હતા. રશિયાની ઓઈલ રિફાઈનરી પર યુક્રેનનો હુમલો અને અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ઘટતાં ક્રૂડતેલના ભાવ વધ્યા હતા. સપ્ટેમ્બરમાં સોનાની આયાત 81% ઘટી.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદી તથા પ્લેટીનમમાં મંદીને બ્રેક: ક્રૂડમાં પુન: આગેકૂચ

ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડો ફરી બજારમાં
અમેરિકામાં ક્રૂડના સ્ટોકમાં ઘટાડો : રશિયાની ઓઈલ રિફાઈનરી પર યુક્રેનનો હુમલો : સોનાની ઈમ્પોર્ટ ૮૧ ટકા ઘટી
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં ઘટતા અટકી ફરી વધી આવ્યા હતા. મંદીને બ્રેક વાગી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃદ્ધી થતાં બજારભાવ પર તેની ઈમ્પેક્ટ આજે જોવા મળી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ વધ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઉછળ્યા હતા.
અમેરિકામાં ક્રૂડના સ્ટોકમાં ઘટાડો : રશિયાની ઓઈલ રિફાઈનરી પર યુક્રેનનો હુમલો : સોનાની ઈમ્પોર્ટ ૮૧ ટકા ઘટી
વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં નીચા મથાળે ફંડો ફરી બજારમાં દાખલ થયાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૧૫૭થી ૪૧૫૮ ડોલર વાળા આજે વધી ઉંચામાં ભાવ ૪૧૯૨ થઈ ૪૧૭૭થી ૪૧૭૮ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૫૬.૭૧ વાળા વધી ૫૭.૯૬ થઈ ૫૭.૮૨થી ૫૭.૮૩ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૧૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૧૫૦૦ બોલાયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૧૪૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૪૫૮૪૦ તથા ૯૯૯ના રૂ.૧૪૬૪૨૬ રહ્યા હતા મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૭૦૦ વધી રૂ.૨૧૦૯૧૮ રહ્યા હતા.

મ ુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૮૦૦ વધી રૂ.૫૮૪૮૪ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૬૧૮ વાળા ૧૬૪૮ થઈ ૧૬૪૧થી ૧૬૪૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૧૧૧૯ તથા ઉંચામાં ૧૧૪૯ થઈ ૧૧૩૩થી ૧૧૩૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૩૩ ટકા વધ્યા હતા.
દરમિયાન, ભારતમાં સપ્ટેમ્બરમાં સોનાની ઈમ્પોર્ટ ૮૧ ટકા તથા ચાંદીની ઈમ્પોર્ટ ૪૯ ટકા ઘટયાના સમાચાર મળ્યા હતા. સપ્ટેમ્બરમાં સોનાની આયાત ઘટી ૧.૮૦ અબજ ડોલર થઈ છે. જ્યારે ચાંદીની આયાત ઘટી ૬૬.૫૧ કરોડ ડોલર થઈ છે જ્યારે દેશમાં ઈમ્પોર્ટ ડયુટી વધતાં સત્તાવાર આયાત ઘટી છે જ્યારે સામે દાણચારી વધી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ૧૦૪.૬૮ વાળા વધી ૧૦૬.૩૭ થઈ ૧૦૬.૩૧ ડોલર રહ્યા હતા.

રશિયાની ઓઈલ રિફાઈનરી પર યુક્રેને હુમલો કર્યાના સમાચાર મળ્યા હતા. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૮૬ લાખ બેરલ્સ ઘટયો હોવાનું યુએસ એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું. દરમિયાન, ઈઆઈએના જણાવ્યા મુજબ ક્રૂડનો ૩૩૦ મિલીયન બેરલ્સનો જથ્થો છૂટ્ટો કરાયો છે તથા વધુ ૧૦૦ મિલીયન બેરલ્સનો જથ્થો છૂટ્ટો કરાયો છે તથા વધુ ૧૦૦ મિલીયન બેરલ્સનો જથ્થો ટૂંકમાં છૂટ્ટો કરવામાં આવનાર છે.