Get The App

અમેરિકા-ચીને ટેરિફ ઘટાડતા બિટકોઈન 1,05,000 ડોલર

- ટ્રેડ વોર ધીમી ગતિએ ઓસરી રહી હોવાના સંકેતે ક્રિપ્ટોકરન્સીસમાં આશાવાદ

Updated: May 13th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકા-ચીને ટેરિફ ઘટાડતા બિટકોઈન 1,05,000 ડોલર 1 - image


મુંબઈ : યુનાઈટેડ કિંગ્ડમ સાથે વેપાર કરાર બાદ હવે અમેરિકાએ ચીન સાથેની ટેરિફ વોર હાલ પૂરતું ૯૦ દિવસ માટે અટકાવી દેતા અને બન્ને દેશોએ રેસિપ્રોકલ ટેરિફ ૧૧૫ ટકા જેટલી ઘટાડવાના લીધેલા નિર્ણય બાદ મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનમાં સુધારો આગળ વધ્યો હતો અને ઈન્ટ્રાડેમાં ૧,૦૫,૦૦૦ ડોલરની ઉપર જોવા મળ્યો હતો. 

અમેરિકન ફેડરલ રિઝર્વે ગયા સપ્તાહમાં વ્યાજ દર જાળવી રાખવાના લીધેલા નિર્ણય બાદ ક્રિપ્ટો કરન્સીસમાં શરૂ થયેલી નવેસરની રેલીને ટેરિફમાં પીછેહઠથી વધુ બળ મળ્યું છે. 

ક્રિપ્ટો કરન્સીસની એકંદર માર્કેટ કેપ પણ વધી ૩.૪૬ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ જેમ કે એકસઆરપી, સોલાનામાં પણ વધારો જોવા મળ્યો હતો. એથરમનો ભાવ ૨૫૦૦ ડોલરની ઉપર ટકી રહ્યો હતો. 

બિટકોઈન છેલ્લા ચોવીસ કલાકમાં ઉપરમાં ૧૦૫૪૩૩ ડોલર અને નીચામાં ૧૦૩૭૨૯ ડોલર થઈ મોડી સાંજે ૧૦૪૬૩૦ ડોલર કવોટ થતો હતો. વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં બિટકોઈને ૧૦૯૧૧૪.૮૮ ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી. 

હાલના સ્તરે બિટકોઈન કન્સોલિડેટ થઈ રહ્યો હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું. ટ્રેડ વોર ધીમી ગતિએ ઓસરી રહી હોવાના સંકેતે ક્રિપ્ટોકરન્સીસ માર્કેટમાં આશાવાદ ફરી મજબૂત બની રહ્યો હોવાનું બજારના સુત્રો જણાવી રહ્યા છે. એરિઝોના તથા ન્યુ હેમ્પશાયર દ્વારા બિટકોઈન સ્ટ્રેટેજિક રિઝર્વ ખરડો મંજુર કરાતા નીતિવિષયકો દ્વારા બિટકોઈનની તરફેણ કરવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે. 

Tags :