બિલ ગેટ્સની ગર્લફ્રેન્ડ એક મોટી કંપનીના CEOની રહી ચૂકી છે પત્ની, દાન કરવામાં ઘણી આગળ
Image: Facebook
Bill Gates Girlfriend Paula Hurd: માઈક્રોસોફ્ટના સંસ્થાપક મેલિંડા ગેટ્સથી અલગ થઈ ચૂક્યા છે. તે હાલ પોલા હર્ડને ડેટ કરી રહ્યાં છે. તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું, 'હું ખૂબ નસીબદાર છું કે મારી પાસે પોલા નામની સીરિયસ ગર્લફ્રેન્ડ છે.' આ સિવાય તેમણે રિલેશનશિપને લઈને પણ ખુલીને વાત કરી છે.
સોફ્ટવેર કંપનીના આંતરિક કાર્યમાં અનુભવી મનાતી પોલા NCR એટલે કે નેશનલ કેશ રજિસ્ટરના સેલ્સ એન્ડ એલાયન્સ મેનેજમેન્ટ સેક્ટરમાં કામ કરી ચૂકી છે. NCR ટેક ઈન્ડસ્ટ્રીના મોટા નામોમાંનું એક છે.
આ પણ વાંચો: રિલાયન્સે મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓને ભોજનથી માંડી સ્વાસ્થ્ય સબંધિત તમામ સેવાઓ આપી
પોલા પોતાના પતિ માર્કના સ્કુલ બેલર યુનિવર્સિટીમાં પણ લાંબા સમયથી ડોનેશન કરતી રહી છે. યુનિવર્સિટીએ સપ્ટેમ્બર 2023માં બંનેના નામથી વેલકમ સેન્ટરની પણ શરૂઆત કરી હતી. તેમણે તાજેતરમાં જ બેલર બાસ્કેટબોલ પવેલિયન માટે 7 મિલિયન ડોલરનું પણ દાન કર્યું છે. અહીં એક માર્ક અને પોલાના નામથી પવેલિયનમાં એક ફ્લોર હશે.
મેલિંડા ગેટ્સથી થયા અલગ
લગભગ 27 વર્ષ સુધી સાથે રહ્યા બાદ 2021માં બિલ અને મેલિંડાએ અલગ થવાની જાહેરાત કરી દીધી હતી. એક ઈન્ટરવ્યૂ દરમિયાન માઈક્રોસોફ્ટના સંસ્થાપકે મેલિંડાથી ડિવોર્સ થવા પર દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું.